જિલ્લા પુરવઠા અધિકારીની પીબીએમ હેઠળ કાર્યવાહી
દુકાનદારોને અલગ-અલગ જેલમાં મોકલાયા
જિલ્લા પુરવઠા અધિકારીની ચાર દુકાનદાર સામે કાર્યવાહી
પંચમહાલમાં સસ્તા અનાજના દુકાનદારો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં જિલ્લા પુરવઠા અધિકારીઓએ ચાર દુકાનદાર સામે કાર્યવાહી કરી છે. તેમાં જિલ્લા પુરવઠા અધિકારીની પીબીએમ હેઠળ કાર્યવાહી થઇ છે. દુકાનદારોને અલગ-અલગ જેલમાં મોકલાયા છે. જિલ્લા પુરવઠા અધિકારીની પીબીએમ હેઠળની કાર્યવાહીના પગલે સસ્તા અનાજની દુકાનદારોમાં ફફડાટ ફેલાયો છે.
સસ્તા અનાજની 4 દુકાનદારો સામે જિલ્લા પુરવઠા અધિકારીની કાર્યવાહી
જિલ્લામાં સસ્તા અનાજની 4 દુકાનદારો સામે જિલ્લા પુરવઠા અધિકારીની પી.બી.એમ હેઠળ કાર્યવાહી થઇ છે. જેમાં શહેરા તાલુકાના ખરેડીયા, ખરોલી અને ગોધરા તાલુકાના મોરડુંગરા, બોડીદ્રા બુર્ઝગ ગામની સસ્તા અનાજની દુકાનમાંથી જિલ્લા પુરવઠા અધિકારીની તપાસ દરમિયાન ગેરરીતી ઝડપાઈ હોવાથી કાર્યવાહી હાથ ધરી છે. તેમાં સસ્તા અનાજની ચાર દુકાનોના દુકાનદારોની લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા અટકાયત કરાઈ છે. સસ્તા અનાજની દુકાન ખરેડીયાના દુકાનદાર રાયસીંગભાઇ નાયકાને જામનગર સબ જેલ તથા ખરોલી ગામના સસ્તા અનાજના દુકાનદાર નટવર પટેલિયાને કચ્છ ભુજ સબજેલમાં મોકાયા છે.
પીબીએમ હેઠળની કાર્યવાહીના પગલે સસ્તા અનાજની દુકાનદારોમાં ફફડાટ ફેલાયો
બોડીદ્રા બુઝર્ગના દુકાનદાર અખમસિંહ પટેલને પાલનપુર સબજેલ મોકલાયા છે. મોર ડુંગરાના દુકાનદાર મુકેશ પટેલને રાજકોટ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યા છે. જિલ્લા પુરવઠા અધિકારીની પીબીએમ હેઠળની કાર્યવાહીના પગલે સસ્તા અનાજની દુકાનદારોમાં ફફડાટ ફેલાયો છે.