આરોગ્ય કેન્દ્રએ અત્યાર સુધી વિવિધ ઍવૉર્ડ મેળવ્યા
નેશનલ ક્વોલિટી એસયોરન્સ સ્ટાન્ડર્ડનું સર્ટિફ્કિેટમાં 100 માંથી 94 માર્કસ સાથે પ્રથમ
આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 24 ગામના 23 હજારથી વધુ લોકોને આરોગ્યની સેવા પૂરી કરવામાં આવે છે
દેશના પ્રત્યેક નાગરિક, ખાસ કરીને છેવાડાના માનવીને પણ, પોતાના ઘરની નજીક ગુણવત્તાસભર આવશ્યક અને વ્યાપક આરોગ્ય સેવાઓ મળે, તે સુનિશ્ચિત કરવા અને સૌનું આરોગ્ય અને સ્વાસ્થ્ય જળવાઇ તેવા ઉદ્દેશ્ય સિધ્ધ થાય, તે માટે સર્વગ્રાહી, પ્રાથમિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બનાવવા જે અગાઉ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તરીકે જાણીતું હતુ, તેને સરકારી વારા આયુષ્માન આરોગ્ય મંદિર તરીકે વિકસાવેલ છે.
સમગ્ર ગુજરાતમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માલવણને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થતાં મેડિકલ ઓફ્સિર માલવણ ડો. નિલય આર કસ્બાતીને જણાવ્યું હતું કે, આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 24 ગામના 23 હજારથી વધુ લોકોને આરોગ્યની સેવા પૂરી કરવામાં આવે છે. મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા તાલુકાના માલવણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને કેન્દ્ર કક્ષાએથી નેશનલ ક્વોલિટી એસયોરન્સ સ્ટાન્ડર્ડનું સર્ટિફ્કિેટ મળ્યું હતું. જેમાં કેન્દ્ર કક્ષાએથી આવેલ ટીમ તરફ્થી 100માંથી 94 માર્કસ સાથે સમગ્ર ગુજરાતમાં માલવણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષામાંથી આવેલ ટીમ દ્વારા ઓ.પી.ડી. ,આઈ.પી.ડી., લેબર રૂમ, લેબોરેટરી, નેશનલ હેલ્થ પ્રોગ્રામ, જનરલ એડમીનીસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટમાં તપાસ કરવામાં આવી હતી અને 90થી વધારે માર્કસ આપવામાં આવ્યા હતા. આ એસેસમેન્ટ દરમ્યાન સેવાની જોગવાઈ, દર્દીના અધિકારો,ઇનપુટ, સહાયક સેવા, ક્લિનિકલ સંભાળ, ચેપ નિવારણ, ગુણવત્તાની વ્યવસ્થા, આઉટપુટ વગેરેની ચકાસણી કરવામાં આવેલી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, માલવણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ઉત્કૃષ્ટ કામગીરી એવૉર્ડ- 2016- 2017, ઉત્કૃષ્ટ કામગીરી એવૉર્ડ-2017-2018, મેગા રકતદાન કેમ્પ આયોજક એવોર્ડ -2018, બેસ્ટ મેડિકલ ઓફ્સિર એવોર્ડ-2018-2019, પબ્લિક હેલ્થ મેનેજમેન્ટ (નવી દિલ્હી)-2020, કાયાકલ્પ એવોર્ડ-2021, કોરોના અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી એવોર્ડ-2022, મેગા રકતદાન કેમ્પ આયોજક એવોર્ડ-2022 પ્રાપ્ત થયા છે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માલવણ ખાતે સારવાર લઈ રહેલ વણકર વિપુલકુમાર જણાવે છે કે, હું અને મારો પરિવાર ઘણા સમયથી આ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર લઈ રહ્યા છીએ. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માલવણને સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે.આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનાથી લઈ અત્યાર સુધી આરોગ્યની સુવિધામાં ઉત્તમ કામગીરી કરી છે.