ખેડૂતો આકાશ તરફ્ બે હાથ જોડીને પ્રાર્થના કરી
જો કે વરસાદની કાગડોળે રાહ જોઈ રહેલા ધરતીપુત્રો
તાલુકા પંથકમાં ઘણા બધા ખેડૂતો ખેતીલાયક વરસાદ થાય એ માટે વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા
શહેરામાં અષાઢી બીજને લઈને તાલુકાના પ્રજાજનોમાં અનેરો આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આ દિવસનું મહત્વ હોવાથી ઘણા બધા ખેડૂતો ખેતી કામમાં જોતરાયા હતા.
શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આધારિત ખેતી કરતા અમુક ખેડૂતો આકાશ તરફ્ બે હાથ જોડીને પ્રાર્થના કરીને રથયાત્રાના દિવસથી ખેતી કામમાં જોતરાયા હતા. ખેડૂતો પોતાના ખેતરમાં બળદથી ખેડ કરવા સાથે પરિવારના સભ્યો પણ ખેતીકામ કરતા નજરે પડયા હતા. ખેતરમાં બળદ સાથે ખેડ કરતા જયંતીભાઈ તલાર એ જણાવ્યું હતું કે અષાઢી બીજના દિવસ પછી વરસાદ સારો થતો હોય છે. વર્ષોથી અષાઢી બીજના દિવસથી ખેતીની શરૂઆત કરતા આવ્યા છીએ. ખેતરમાં બળદથી ખેડ કરીને થોડા ઘણા રૂપિયા બચાવી રહયા હતા. જોકે તાલુકા પંથકમાં ઘણા બધા ખેડૂતો ખેતીલાયક વરસાદ થાય એ માટે વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા.