પ્રેમ લગ્ન કરનાર દીકરીને પરત લાવવાની લાલચ આપી
મોટી દીકરીએ પ્રેમ લગ્ન કરી જતી રહી હતી
રૂ.2.78 લાખ પડાવી લેતા નોંધાઈ ફરિયાદ

અમદાવાદમાં વિધવા મહિલા સાથે છેતરપિંડી કરાવામાં આવી છે. જેમાં તાંત્રિકે સાગરીતો સાથે મળી છેતરપિંડી કરી છે. પ્રેમ લગ્ન કરનાર દીકરીને પરત લાવવાની લાલચ આપી હતી. તેમાં મોટી દીકરી પ્રેમલગ્ન કરી જતી રહી હતી. રૂપિયા 2.78 લાખ પડાવી લેતા ફરિયાદ નોંધાઈ છે. નરોડા પોલીસે ફરિયાદ લઈ તપાસ શરૂ કરી છે.

નરોડા પોલીસે ફરિયાદ લઈ તપાસ શરૂ કરી

શહેરના નરોડામાં વિધવા મહિલા સાથે છેતરપિંડી થઇ છે. જેમાં તાંત્રીકે તેના સાગરીતો સાથે મળી છેતરપિંડી આચરી છે. તેમાં મહિલાની મોટી દીકરીએ પ્રેમલગ્ન કરી જતી રહી હતી. જેમાં તાંત્રિકે યુવતીને પાછી લઈ આવવાનું કહી છેતરપિંડી કરી છે. તેમાં નરોડા પોલીસે ફરિયાદ લઈ તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં શહેર વિસ્તારમાં ગુનાઓનું પ્રમાણ વધતુ જઇ રહ્યું છે. જેમાં અગાઉ શહેરમાં પેટ્રોલિગ દરમિયાન મળતી એક બાતમીના આધારે 3 આરોપીઓ જે તાંત્રીક વિદ્યાના બહાને એકના ડબલ કરવાની લાલચ આપીને લોકોને છેતરતા હતા. તેમની અંતે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

છેતરપિંડી કરતા ત્રણ આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 9 લાખના મુદામાલ સાથે ઝડપાયા

તાંત્રિક વિદ્યાના બહાને એકના ડબલ રૂપીયા કરી આપવાના નામે છેતરપિંડી કરતા ત્રણ આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 9 લાખના મુદામાલ સાથે ઝડપાયા હતા, તેમજ તેમની પાસેથી 9 લાખ રોકડ રકમ સિવાય અન્ય ચીજવસ્તઓ મળીને કુલ રૂ.9,06,000નો માલ મળી આવ્યો હતો. તેમજ પોલીસે વધુ તપાસ હાથધરી હતી જેથી કેટલાય ગુનાઓને ઉજાગર કરી શકાય તથા શહેરમાં આ પ્રકારના તાંત્રિકો કોઇની છેતરપિંડી કરે નહિ તેની તકેદારી રાખવામાં આવી રહી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *