વેસ્ટ કાપડની આડમાં થતી દારુની હેરાફેરી ઝડપી લેવાઈ
જીએસટી ચોરીની શંકામાં તપાસ કરતા દારુની 300 બોટલો મળી આવી
અગાઉ 30 વખત દારુ સપ્લાય થયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું

દારુના સપ્લાય માટે બુટલેગરો નીત નવા રસ્તા અને મોડસ ઓપરેંડી વાપરી રહ્યા છે. જેમાં વેસ્ટ કાપડની આડમાં થતી દારુની હેરાફેરી ઝડપી લેવાઈ છે. જીએસટી ચોરીની શંકામાં તપાસ કરતા દારુની 300 બોટલો મળી આવી છે. જેને લઈ પોલીસે દારુની ડિલેવરી લેવા આવનાર આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે.

 300 બોટલ દારુ મળી આવ્યો

રાજ્યમાં થતી જીએસટી ચોરીને રોકવા માટે અન્ય રાજ્યમાંથી આવતા પાર્સલની તપાસ કરવામાં આવી રહી હતી. તેવામાં અમદાવાદના સરખેજ પાસે આવેલા સંજરી પાર્કીંગમાંથી એક લકઝરીની તપાસ કરતા તેમાંથી વેસ્ટ કાપડના પાર્સલ મળ્યા હતા. જેમાંથી 300 બોટલ દારુ મળી આવ્યો હતો. રાજસ્થનથી રાજુ ટેક્સટાઈલના નામે બિલ્ટી બિલના આધારે દારુની હેરાફેરી કરવામાં આવતી હતી. જે દારુના પાર્સલ શાહીબાગ પાસે લેવા આવનાર કમલેશ ગોસ્વામીની પોલીસે ધરપકડ કરી છે. જોકે દારુ મોકલનાર તેનો સાળો નીરજ ફરાર છે. જેની પોલીસે સોધખોળ હાથ ધરી છે.

અગાઉ 30 વખત દારુ સપ્લાય થયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું

કાપડના નામે બિલ્ટી બનાવી અગાઉ 30 વખત દારુ સપ્લાય થયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઝડપાયેલ આરોપી કમલેશે કહ્યું કે તે અમદાવાદના અલગ અલગ જગ્યાએ દારુના પાર્સલ મેળવી લેતો હતો. અને છુટકમાં વેચાણ કરતો હતો. જો કે તેનો સાળો નીરજ બાલચંદાની રાજ ટ્રાવેલ્સની ઓફીસથી પાર્સલ સપ્લાય થતાં હોવાનું સામે આવ્યું છે. જોકે અગાઉ 30 વખત કયા નામે પાર્સલ આવ્યા અને ક્યાં ક્યાં તેની ડિલેવરી લેવામાં આવી છે. તે અંગે તપાસ શરુ કરી છે,

દારુ સપ્લાય કરવા માટે બનાવટી બિલ અને બિલ્ટી પણ આપવામાં આવે છે

રાજસ્થાનથી અલગ અલગ મોડસ ઓપરેંડીથી ગુજરાતમાં દારુ ઘુસાડવામાં આવે છે. જોકે હવે દારુ સપ્લાય કરવા માટે બનાવટી બિલ અને બિલ્ટી પણ આપવામાં આવે છે. જેથી કોઈ ને શક ન જાય. તે જ વાતનો લાભ લઈ આરોપી આ પહેલા 30 વખત દારુ પહોચાડી ચુક્યાં છે. જોકે આરોપીની તપાસમાં શુ નવા ખુલાસા થાય છે તે જોવુ મહત્વનું છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *