પોલીસે હત્યાનો ગુનો નોંધી તમામ આઠ આરોપીની ધરપકડ કરી
પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક અને આરોપીઓ એક જ ગામના
પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી

ઝઘડામાં સમાધાન કરવા વચ્ચે પડેલા વૃદ્ધની હત્યા થઈ છે. સાંણદમાં એક પિતા-પુત્રના ઝઘડામાં વચ્ચે છોડાવવા જતાં વૃદ્ધ પર હુમલો કરવામાં આવતા તેમનું મોત થયુ છે. સાંણદ પોલીસે હત્યાનો ગુનો નોંધી 8 આરોપીની કરી ધરપકડ છે.
વૃદ્ધની હત્યા કરવાના કેસમાં આઠ આરોપીઓની ધરપકડ
સાંણદ પોલીસે આ કેસમાં આઠ આરોપીઓની એક વૃદ્ધની હત્યા કરવાના કેસમાં ધરપકડ કરી છે. ઘટના કંઈક એવી છે કે 19 જુલાઈના રોજ સાંણદના કોદાળીયા ગામમાં આરોપી રણછોડ દેવીપુજક અને તેનો પુત્ર મેહુલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને બાદમાં ઝઘડો કરવા પર ઉતરી આવ્યા હતા. તે સમયે ઝઘડામાં પાડોશમાં રહેતા વૃદ્ધ વિકા ઉર્ફે વિક્રમ ઝીલિયા સહિત અન્ય ગામના લોકો વચ્ચે પડયા હતા. જે બાદ અચાનક ગામના લોકો અંદરો અંદર પથ્થર મારો કરતા જ વૃદ્ધ વિકા ઉર્ફે વિક્રમ પર હુમલા થતા જ લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડ્યા હતા. જે બાદ અલગ અલગ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું. જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધી તમામ આઠ આરોપીની ધરપકડ કરી છે.
મૃતક વૃદ્ધને ગંભીર ઈજાઓ થતાં અલગ અલગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા
પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક અને આરોપીઓ એક જ ગામના છે અને 19 તારીખે જ્યારે પિતા-પુત્ર વચ્ચે તકરાર ચાલતી હતી, ત્યારે અચાનક લાઈટ જતી રહેતા બંને જૂથે એક બીજા પર હુમલો કર્યો હતો. જેમાં મૃતક વૃદ્ધને ગંભીર ઈજાઓ થતાં અલગ અલગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જોકે પૂરતી સારવાર સમયસર ન મળતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતુ, જેથી સાંણદ પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરીને મુખ્ય આરોપી રણછોડ દેવીપુજક અને તેના બે પુત્ર મેહુલ ,વિપુલ સાથે જ આરોપી રાહુલ દેવીપુજક, શ્રવણ દેવીપુજક, નટુ દેવીપૂજક, શૈલેષ દેવીપુજક, આસિક દેવીપુજકની ધરપકડ કરી છે.
પોલીસે હત્યામાં વપરાયેલ હથિયારો કબજે કર્યા
પોલીસે હત્યામાં વપરાયેલ લાકડી, દંડા સહિતના હથિયારો કબજે કર્યા છે, સાથે જ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે આ હત્યામાં પિતા-પુત્રનો ઝઘડો જવાબદાર છે કે અન્ય કોઈ જવાબદાર છે જેને લઈ તપાસ શરૂ કરવામાં આવી છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *