Image Source: Twitter
Horrific Train Accident In Bihar: બિહારના સિવાન જિલ્લામાં મોટી દુર્ઘટના ઘટી છે. સિવાનના મૈરવા લક્ષ્મીપુર ઢાલ નજીક ટ્રેન નીચે કપાઈ જતા 4 લોકોના મોત થઈ ગયા છે. આ દુ:ખદ ઘટના સિવાન-ગોરખપુર રેલખંડ પર મૈરવા સ્ટેશન નજીક ઘટી છે. ટ્રેનની અડફેટે આવતા 4 લોકોના મોત થઈ ગયા છે જેમાં બે બાળકો અને બે મહિલાઓ સામેલ છે.
કેવી રીતે બની આ દુર્ઘટના?
આ ઘટના સિવાન-ગોરખપુર રેલખંડ પર મેરવા સ્ટેશન નજીક લક્ષ્મી રેલ્વે લાઈન પાસે બની હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે મહિલાઓ ઘઉંની કાપણી કરીને પોતાના બાળકો સાથે ઘરે પરત ફરી રહી હતી. તે જ સમયે બે બાળકો રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે આવી ગયા હતા. બંને બાળકોને બચાવવાના પ્રયાસમાં બંને મહિલાઓ પણ ટ્રેનની અડફેટે આવી ગઈ હતી. જેના કારણે ચાર લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. આ તમામ લોકો લક્ષ્મીપુર ગામના રહેવાસી હોવાની માહિતી મળી રહી છે. આ તમામ ઘઉંની કાપણી કરીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે લક્ષ્મીપુર રેલ્વે લાઈન પાસે ટ્રેન અકસ્માતમાં ચારેયના કરૂણ મોત થઈ ગયા છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું કે મૃતિકા નીતુ દેવી ઘઉંની કાપણી કરીને પરત ફરી રહી હતી. આ દરમિયાન તેના બે બાળકો ટ્રેન જોવાની ઈચ્છા સાથે પાટા પાસે દોડવા લાગ્યા હતા. આ દરમિયાન બંને તરફથી ટ્રેનો આવી ગઈ. પોતાના બાળકોને બચાવવાના પ્રયાસમાં બે મહિલાઓ પણ ટ્રેનની અડફેટે આવી ગઈ હતી. જેના કારણે 4 લોકોના મોત થઈ ગયા છે.