Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કાના દરેક ઉમેદવારોએ તેમની કુલ સંપત્તિ જાહેર કરી દીધી છે. જેમા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પુત્ર નકુલનાથ સૌથી અમીર ઉમેદવાર છે, જ્યારે ટોપ 10 અમીર ઉમેદવારોમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમનું નામ પણ સામેલ છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા ટોપ-10 અમીર ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે. આવો આ ઉમેદવારો વિશે વિગતે જાણીએ.

નકુલ નાથ, છિંદવાડા, મધ્યપ્રદેશ

લોકસભા ચૂંટણી પ્રથમ તબક્કા હેઠળ બધા જ સાંસદ સભ્યએ પોતાની કુલ સંપતિ જાહેર કરી છે. તો સૌથી વધુ સંપત્તિ ધરાવતા કોંગ્રેસના નકુલ નાથ મધ્યપ્રદેશની છિંદવાડા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. અને તેના પિતા કમલનાથ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમની પાસે કુલ 716 કરોડ રૂપિયા (7,16,94,05,139) થી વધુની સંપત્તિ ધરાવે છે. 

અશોક કુમાર, ઈરોડ, તમિલનાડુ

બીજા નંબર પર તમિલનાડુના ઈરોડ બેઠક પરથી દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)પાર્ટીના અશોક કુમાર છે.  જે 2009 થી 2014 અને 2019 થી 2024 એમ દસ વર્ષ સુધીના સાંસદસભ્ય રહી ચૂક્યા છે અને તેઓ કુલ 662 કરોડ રૂપિયા (6,62,46,87,500) થી વધુની સંપત્તિના માલિક છે. 

દેવનાથન યાદવ ટી, શિવગંગા, તમિલનાડુ

ત્રીજા નંબરમાં ભાજપના ઉમેદવાર તમિલનાડુના શિવગંગાથી દેવનાથન યાદવ ટી ચૂંટણી લડી રહ્યા છે. જે સાંસદસભ્ય અને નાના મોટા ઘણા હોદ્દા પર રહી ચૂક્યા છે, તેઓ 304 કરોડ રુપિયા (3,04,92,21,680) થી વધુની સંપત્તિ ધરાવે છે

માલા રાજ્ય લક્ષ્મી શાહ

ચોથા નંબર પર ઉત્તરાખંડના ટિહરી ગઢવાલ બેઠક પરથી ભાજપના સાંસદ માલા રાજ્ય લક્ષ્મી શાહ ચૂંટણી લડી રહ્યા છે, જે 2012 થી 2019 સુધીના સાંસદસભ્ય રહી ચૂક્યા હતા. અને તેમની પાસે કુલ 206 કરોડ રૂપિયા (2,06,87,39,424) થી વધુની સંપત્તિ છે. 

માજિદ અલી, સહરાનપુર, ઉત્તરપ્રદેશ

પાચમાં નંબર પર બીએસપીના માજિદ અલી યુપીના સહારનપુરથી 2024ની લોકસભાના ઉમેદવાર છે, અને તેઓ કુલ 159 કરોડ રૂપિયા (1,59,59,00,079) થી વધુની સંપત્તિ ધરાવે છે

એ.સી. શનમુગમ, વેલ્લોર, તમિલનાડુ

છઠ્ઠા નંબર પર એ.સી. શનમુગમ ( A.C Shanmugam) ભાજપમાંથી તમિલનાડુના વેલ્લોરમાંથી ચૂંટણી લડી રહ્યા છે. તેમજ તેઓ આ પહેલા અલગ અલગ પક્ષમાંથી સાંસદસભ્ય રહી ચૂકેલા છે. આ વખતે અન્ય પક્ષોના ઉમેદવારો સાથે સ્પર્ધા કરતા જોવા મળશે. તેમની કુલ સંપત્તિની વાત કરીએ તો 152 કરોડ રૂપિયા (1,52,77,86,818) થી વધુની સંપત્તિ ધરાવે છે 

જયપ્રકાશ વી, કૃષ્ણાગિરી, તમિલનાડુ

સાતમા નંબર પર ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડિયન પ્રોગ્રેસિવ ફેડરેશન પક્ષના જયપ્રકાશ વી (Jayaprakash V) તમિલનાડુની કૃષ્ણાગિરી બેઠક પરથી 2024ની લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. તેમની કુલ સંપત્તિની વાત કરીએ તો 135 કરોડ (1,35,78,14,428)થી વધુની સંપત્તિ હોવાનું જાહેર કર્યું છે.    

વિન્સેન્ટ એચ. પાલા, શિલોંગ, પૂર્વ મેઘાલય

આઠમાં ઉત્તર પૂર્વ મેઘાલયની શિલોંગ બેઠક પરથી ઉમેદવાર કરતાં વિન્સેન્ટ એચ. પાલા (Vincent H. Pala) કે જેઓ 2009 થી 2024  દરમિયાન કોંગ્રેસના સાસંદસભ્ય રહી ચૂક્યા છે અને 2024 લોકસભા કોંગ્રેસના ઉમેદરવાર પણ છે. તેમની કુલ સંપત્તિ વિશે વાત કરીએ તો તેમણે 125 કરોડ રૂપિયા (1,25,81,59,331) થી વધુની સંપત્તિ જાહેર કરી છે. 

જ્યોતિ મિર્ધા, નાગૌર, રાજસ્થાન

નવમા નંબર પર રાજસ્થાનના નાગૌરથી લોકસભા 2024માં ભાજપના ઉમેદવાર જ્યોતિ મિર્ધા છે. જ્યોતિ મિર્ધા 2014માં કોંગ્રેસમાંથી પણ ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં તેઓ 102 કરોડ રૂપિયા (1,02,61,88,900)થી વધુની સંપત્તિ ધરાવે છે 

કાર્તિ ચિદમ્બરમ, શિવગંગા, તમિલનાડુ

દસમા નંબર પર  પી. ચિદમ્બરમ રાજ્ય સભાના સાંસદ અને 2004 થી 2008 સુધી કેન્દ્રિય નાણાં મંત્રી તેમજ 2008 થી 2012 સુધી ગૃહમંત્રી પણ રહી ચૂક્યા છે, અને તેનો પુત્ર કાર્તિ ચિદમ્બરમ જે 2019 થી 2024 સુધીના શિવગંગા બેઠક પરથી સાંસદસભ્ય હતા. જે  2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી શિવગંગા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. તેઓ કુલ 96 કરોડ (96,27,44,048) થી વધુની સંપત્તિ ધરાવે છે 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *