China Renamed Places In Arunachal Pradesh : ચીન અને પાકિસ્તાનમાં કોઈપણ ફરક નથી, જેમ પાકિસ્તાન વર્ષોથી POK મામલે ભારત વિરુદ્ધ ઝેર ઓકતું રહ્યું છે, તેમ ચીન પણ LOC મામલે ભારત વિરુદ્ધ અટચાળો કરતો રહે છે. ચીને (China) ફરી ચોથી વખત ભારત (India)ની જમીન પર દાવો કર્યો છે. તેણે ફરી અરૂણાચલપ્રદેશ (Arunachal Pradesh)ના કેટલાક સ્થળોના નામો બદલી 30 નામોની યાદી જાહેર કરી છે. ડ્રેગનનું આ કારસ્તાન સામે આવ્યા બાદ નિષ્ણાંતોએ પણ તેની આકરી ઝાટકણી કાઢી છે.
અરૂણાચલ પર ડ્રેનનો દાવો, ભારતે આપ્યો રદીયો
ચીનના સરકારી સમાચાર પત્ર ‘ગ્લોબલ ટાઈમ્સે તાજેતરમાં કહ્યું કે, ચીનીના નાગરિક બાબતોના મંત્રાલયે ‘જંગનાન’ માં પ્રમાણિત ભૌગોલિક નામોની ચોથી યાદી જાહેર કરી છે. ડ્રેગન પહેલાથી જ અરૂણાચલ પર દાવો કરતો રહે છે, તો ભારત પણ હંમેશા તેના દાવાને રદીયો આપતું રહ્યું છે. ભારતનું કહેવું છે કે, અરૂણાચલપ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે અને કાલ્પનિક નામો રાખવાથી વાસ્તવિકતા બદલાશે નહીં.
સંરક્ષણ નિષ્ણાત બ્રહ્મ ચેલાનીએ કહ્યું કે, ‘ભારતે ચીનને યાદ અપાવવું જોઈએ કે, તેણે આંતરરાષ્ટ્રીય કાયદાની મજાક ઉડાવી તિબેટ પર કબજો કરી લીધો છે. હવે તે ભારતના અરૂણાચલપ્રદેશ રાજ્ય પર કબજો કરવા માંગે છે, જોકે ભારત પણ આ રાજ્ય ભારતનો અભિન્ન ભાગ હોવાનો કહી વળતો જવાબ પતું રહે છે. ભારતે ચીનને સ્પષ્ટ કહી દેવું જોઈએ કે, વાસ્તવમાં બીજિંગ તિબેટ પર કબજો કરીને ભારતનો પડોશી બનીને બેઠો છે.
ચીની મંત્રાલયે વેબસાઈટ પર નામ જાહેર કર્યા
ચીન હંમેશા ભારતના અરૂણાચલ પ્રદેશને ‘જંગનાન’ નામથી ઉલ્લેખ કરતો રહે છે અને આ રાજ્ય દક્ષિણ તિબેટનો ભાગ હોવાનો દાવો કરતું રહે છે, ત્યારે ચીનના મંત્રાલયની સત્તાવાર વેબસાઈટ પર અરૂણાચલ પ્રદેશના કેટલાક સ્થળોના બદલાયેલા 30 નામોની યાદી જાહેર કરાઈ છે. તેમાં એમ પણ કહેવાયું છે કે, એક મેથી આ યાદીનો અમલ થશે.
ચીને અગાઉ ત્રણ વખત યાદી જાહેર કરી હતી
ચીને અગાઉ 2017માં ભારત વિરુદ્ધ અટકચાળો કરી અરૂણાચલ પ્રદેશના છ સ્થળોના નામ બદલી નાખ્યા હતા, ત્યારબાદ 2021માં 15 સ્થળોના અને 2023માં 11 સ્થળોના નામો બદલી નાખ્યા હતા. ત્યારે હવે ચીને ફરી અરૂણાચલના 30 સ્થળોના નામ બદલે ભારતને છંછેડવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે ચીને 11 નામોની ત્રીજી યાદી જાહેર કરી હતી, ત્યારે અમેરિકાએ પણ ચીનની ઝાટકણી કાઢી કહ્યું હતું કે, અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે.