UK MP Shivani Raja takes oath on Bhagavad Gita: મૂળ ગુજરાતના 29 વર્ષીય શિવાની રાજાએ બ્રિટેનની સંસદમાં ભગવદ્ ગીતા સાથે રાખીને શપથ લીધા હતા. શિવાનીએ લેસ્ટર ઈસ્ટ બેઠક પર કન્ઝર્વેટિવ પાર્ટી માટે ઐતિહાસિક જીત મળવી હતી. તેમણે આ બેઠક પર લેબર પક્ષના 37 વર્ષના વર્ચસ્વનો અંત લાવી દીધો છે. તેમણે ભારતીય મૂળના લેબર પાર્ટીના ઉમેદવાર રાજેશ અગ્રવાલ સામે ચૂંટણી લડી હતી.

ગુજરાત મૂળના સાંસદના ગર્વભેર શપથ

બ્રિટનના સાંસદ તરીકે શપથ લીધા બાદ શિવાનીએ સોશિયલ મીડિયા પર લખ્યું ‘લેસ્ટર ઇસ્ટનું પ્રતિનિધિત્ત્વ કરવા માટે આજે સંસદમાં શપથ લેવું એ સન્માનની વાત છે. ગીતા પર રાજા ચાર્લ્સ પ્રત્યે મારી નિષ્ઠાનો શપથ લેવાનું મને ગર્વ છે.’ નોધનીય છે કે, વર્ષ 2022માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી20 એશિયા કપની મેચ બાદ લેસ્ટર શહેરમાં ભારતીય મૂળના હિંદુ સમુદાય અને મુસ્લિમો વચ્ચે સંઘર્ષની ઘટના બની હતી. આ ઘટનાને કારણે શિવાનીની જીત થઈ છે.

આ જીત એટલા માટે પણ મહત્ત્વની છે કારણ કે લેસ્ટર ઇસ્ટ 1987થી લેબર પક્ષનો ગઢ છે. શિવાનીની જીત 37 વર્ષમાં પ્રથમ વખત આ મતવિસ્તારમાં ચૂંટાઈને આવ્યા છે. યુનાઇટેડ કિંગડમમાં ચોથી જુલાઇએ યોજાયેલી ચૂંટણીમાં શિવાની સિવાય 27 અન્ય ભારતીય મૂળના સાંસદો હાઉસ ઓફ કોમન્સમાં ચૂંટાયા છે. નવા હાઉસ ઓફ કોમન્સમાં અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યામાં મહિલાઓની છે. લગભગ 263 મહિલા સાંસદો છે.

આ પણ વાંચો: અમેરિકામાં માનવ તસ્કરીના આરોપ હેઠળ 4 ભારતીય મૂળના લોકોની ધરપકડ, જેમાં એક તો મહિલા

લેબર પાર્ટીએ 650 સભ્યોની હાઉસ ઓફ કોમન્સમાં 412 બેઠકો જીતી હતી, જે 2019ની અગાઉની ચૂંટણી કરતાં 211નો વધારો છે. ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીને માત્ર 121 બેઠકો મળી, જે અગાઉની ચૂંટણી કરતાં 250 બેઠકો ઓછી છે. લેબર પાર્ટીનો મત શેર 33.7 ટકા હતો, જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટીનો મત શેર 23.7 ટકા હતો.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *