ગુજરાત હાઈકોર્ટ સરકાર સામે આક્રમક મૂડમાં
જો ખોટું કર્યું હશે તો કોઈ બચાવી નહીં શકે: HC
ખોટુ કરનાર કલેકટર, મામલતદાર ઘર ભેગા થશે: HC
દાહોદના કથિત જમીન કૌભાંડમાં ગુજરાત હાઈકોર્ટ હવે લાલઘૂમ થઈ છે અને સરકારના અધિકારીઓ સામે લાલ આંખ કાઢી છે. દાહોદ જિલ્લામાં ખેડૂત નહીં હોવા છતાં એનએ થયેલી જમીન ખરીદવાનો વિવાદ થોડા દિવસ પહેલા સામે આવ્યો હતો અને સ્થાનિક મામલતદાર દ્વારા અપાયેલી નોટિસો મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં અરજી થઈ હતી.
ગુજરાત હાઈકોર્ટે સરકારી તંત્ર સામે ગંભીર સવાલ ઉઠાવ્યા
ત્યારે આ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટે સરકારી તંત્ર સામે ગંભીર સવાલ ઉઠાવ્યા હતા અને સરકારને કહ્યું હતું કે અધિકારીઓ સામે શું કાર્યવાહી કરી તે બતાવો અને આ દાહોદ જમીન વિવાદ મુદ્દે ગુજરાત હાઈકોર્ટની સરકારના અધિકારીઓની ઝાટકણી કાઢી હતી, સરકારને એફિડેવિટ સાથે ખુલાસો કરવા હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે.
ખોટુ કરનાર કલેકટર અને મામલતદાર પણ ઘર ભેગા થશે: હાઈકોર્ટ
સાથે જ ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે જો ખોટુ કર્યું હશે તો કોઈ બચાવી નહીં શકે, જો ખોટુ કર્યું હશે તો ઘર ભેગા થશો, ખોટુ કરનાર કલેકટર અને મામલતદાર પણ ઘર ભેગા થશે. સાથે જ સરકારે અધિકારીઓ સામે કયા પ્રકારની કાર્યવાહી કરી તેની જાણકારી આપવા માટે કહ્યું.