પેટ્રોલ પમ્પ ઉપર આગ લાગતા કર્મચારીઓએ દૂર ખસેડી
સીએનજી પમ્પ ઉપર જ ઘટના બનતા ભારે દોડધામ મચી ગઇ હતી
CNG પંપ પર હાજર કર્મચારીએ કારમા ગેસ ભર્યા બાદ કાર ચાલુ કરતાં ધુમાડો નિકળવા લાગ્યો હતો
લીમખેડા તાલુકાના પાલ્લી ગામ પાસે CNG પંપ પર CNG કાર ભડભડ સળગતા આગ લાગી હતી. જેને લઇને પંપ પર અફ્રાતફરી મચી જવા પામી હતી. કર્મચારીઓએ કારને ધક્કો મારી ખસેડી દીધી હતી.
સિંગવડ તાલુકાના કેસરપુર ગામનો રમેશભાઈ કાનજીભાઈ પોતાની કબજાની કારમા બેટરીની સમસ્યા હોવાથી લીમખેડાના પાલ્લી ખાતે બેટરીને રીપેરીંગ કરાવવા માટે આવ્યો હતો. કારની બેટરીનુ કામ કરાવ્યા બાદ CNG ગેસ ભરાવવા માટે ગયેલ હતો, CNG પંપ પર હાજર કર્મચારીએ કારમા ગેસ ભર્યા બાદ કાર ચાલુ કરતાં ધુમાડો નિકળવા લાગ્યો હતો. જે જોઈ પેટ્રોલ પંપના કર્મચારીઓને આગ લાગી હોવાનો અંદાજ આવી જતા આગને બુઝાવવાનો પ્રયાસ કરવામા આવ્યો હતો. આગ ધીરે ધીરે વધુ પ્રસરતા પેટ્રોલ પંપ પર ઉપસ્થિત લોકોએ કારને ધક્કો મારીને પેટ્રોલ પંપથી દુર રોડ ઉપર લઈ જવામા આવી હતી, જ્યા કારમા લાગેલી આગે ધીરે ધીરે આખી કારને ઝપેટમા લઈ લીધી હતી. ઘટનાની જાણ લીમખેડા પોલીસને થતા પોલીસ કાફ્લો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને રોડની બંન્ને તરફ્ ના વાહનોને ડાયવર્ટ કરવામા આવ્યા હતા, ઘટનાની જાણ દેવગઢ બારીઆ ફાયર વિભાગને કરતા ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઘટના સ્થળે આવી પહોચ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.