સરકારી જમીનમાં ચાંલ્લા સાથેની ઈફ્તારીમા ભાગીદારી કોની
સૂકા અને ભીના કચરાના નિકાલ માટે શેડ બનાવાયો હતો
ફતેપુરામાં તળાવની બાજુમાં તોડી પડાયેલ સેગ્રીગેશન શેડ.

ફ્તેપુરા ગ્રામ પંચાયતમાં આવેલ સરકારી તળાવની જમીન ઉપર ભૂ-માફીયાના ડોળા ફરી રહ્યા છે.

ફ્તેપુરાના મધ્યમ કબ્રસ્તાન સામે વરસો જૂનો સરકારી ગામ તળનો તળાવ છે. જેમાં ગ્રામ પંચાયત દ્વારા પાંચ વર્ષ પહેલા સરકારી જમીન પર ઘન કચરાના નિકાલ માટે સેગ્રીકેશન શેડ બનાવ્યો હતો. સેડ નજીકના ભૂ-માફ્યિાઓ દ્વારા તોડી પાડી જમીન પરથી સેડ હટાવી જગ્યા ખુલ્લી કરી દેવાયો હતો. તળાવની સરકારી જગ્યામાં સરકારી મિલકતને નુકસાન પહોંચાડી સેગ્રીકેશન સેડ તોડાતા પંથકમાં ખળભળાટ મચ્યો હતો.

ફ્તેપુરા મુસ્લિમ સમાજના કબ્રસ્તાનની સામે આવેલ સરકારી તળાવની જમીન ઉપર વારંવાર ભૂ-માફીયાઓ નાનું મોટું દબાણ કરીને તળાવની સરકારે જમીન ઉપર કાચું પાકું બાંધકામ કરીને અથવા તો પોતાનો હકદાવો કરીને સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે વારંવાર સરકારે જમીન ઉપર દબાણને લઈને લોકો રજૂઆતો પણ કરી રહ્યા છે પરંતુ સરકારી બાબુઓને આંખે પાટા બાંધેલા છે. તળાવની આજુબાજુ દબાણ કરવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે. તળાવની આજુબાજુ ની જમીન ઉપર કરેલા દબાણ દૂર કરવા અને દબાણ કરતાં ઉપર સખતમા સખત કાર્યવાહી કરવામાં આવે તળાવની સરકારી જમીન ઉપર બાંધેલા સેગ્રિકેશન સેડ તોડનાર ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવા માગ ઉઠી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *