દાહોદમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. ગરબાડામાં સફેદ પથ્થરનું ખનન થતું હોવાનું સામે આવ્યું છે. ગરબાડા તાલુકાના 17 ગામોમાં ખનીજ માફિયાઓ બેરોકટોક ખનન કરી રહ્યા છે. આ બાબતે ગામલોકો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં ખનીજ વિભાગના અધિકારીઓને આંખ આડા કાન કરી રહ્યા છે. હાલ સફેદ પથ્થરની ચોરી કરાતી હોવાનો વીડિયો વાયરલ થતા સચોટ તપાસ કરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે. સફેદ પથ્થરના ખનન બાબતે જાગૃત નાગરિક દ્વારા RTI એઠળ માહિતી માગવામાં આવતા અધિકારીઓએ આવી માહિતી આપવાનો ઈન્કાર કર્યો છે.