image : Freepik
Mobile Theft Case Jamnagar : જામનગરમાં સમર્પણ સર્કલ વિસ્તારમાં રહેતો એક યુવાન રિક્ષામાં બેસીને સાત રસ્તાથી સમર્પણ સર્કલ સુધી જઈ રહ્યો હતો, જે દરમિયાન તેનો મોબાઇલ ફોન ચોરી થઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.
મૂળ ભરૂચનો વતની અને હાલ સમર્પણ સર્કલ વિસ્તારમાં રહેતો સંકેત કુમાર દિનેશભાઈ પરમાર નામનો 24 વર્ષનો યુવાન સાતરસ્તા સર્કલથી રીક્ષામાં બેસીને સમર્પણ સર્કલ ઉતર્યો હતો. દરમિયાન તેનો રૂપિયા 10,000 ની કિંમતનો મોબાઇલ ફોન કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટી સી.ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.