Rahul Gandhi Gujarat Visit : આજે રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે 10 વર્ષમાં પહેલીવાર ફરી એકવાર કોંગ્રેસ કાર્યાલય ધમધમી ઉઠ્યું છે. કોંગ્રેસ કાર્યકર્તા એક અનોખો જુસ્સો અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાહુલ ગાંધી તેમના અમદાવાદ પ્રવાસ દરમિયાન તેઓ કોંગ્રેસ કાર્યાલય પર થયેલા હુમલામાં ઘાયલ કાર્યકર્તાઓ અને કોંગ્રેસ કાર્યાલય બહાર થયેલીની ઘટનામાં પોલીસે એકતરફી કાર્યવાહી કરી કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરાયેલા કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરવાના હતા. પરંતુ તાજેતરમાં મળી રહેલી અપડેટ અનુસાર  પથ્થરમારાના કેસમાં કોંગ્રેસના તમામ કાર્યકરોને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને તેમને ન્યાયિક કસ્ટડીમાં લીધા હોવાથી રાહુલ ગાંધી કોંગ્રેસ કાર્યકર્તાઓને મળી શકશે નહી. 

LoP #JanaNayaka @RahulGandhi ji leaves from his residence as he heads to Ahmedabad. pic.twitter.com/qEZm4SKcJb

— Gujarat Congress (@INCGujarat) July 6, 2024

ત્યારે હરણી બોટકાંડ અને રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારો પહોંચી ગયા છે. આ દરમિયાન પીડિત પરિવારની મહિલાઓની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા. જેને લીધે માહોલ ગમગીન બની હતો. ત્યારે થોડીવારમાં રાહુલ ગાંધી અમદાવાદ પહોંચવાના છે.  કોંગ્રેસ કાર્યકર્તાઓમાં અનોખો જોશ અને જુસ્સા જોવા મળી રહ્યો છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત થતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાત મોરચે સક્રિય બન્યા છે. તેમણે સદનમાં ભાજપને ગુજરાતમાં હરાવવાનો પડકાર પણ ફેંક્યો હતો. 

કોંગ્રેસના પાલભાઈ આંબલિયાએ જણાવ્યું કે રાજકોટ અગ્નિકાંડના પીડીત પરિવારો રાહુલ ગાંધીને મળવા જવાના છે તેમાં એકને ધારાસભ્યનો ફોન આવ્યો હતો, બીજાને તમને મુખ્યમંત્રીને મળાવી દેશું તેવી લાલચ અપાઈ તો અન્ય એકને પોલીસે તપાસના કામે આવતીકાલે જ બોલાવવા પ્રયાસ કર્યો છે. આવા હથકંડાને બદલે ભાજપ સરકારે આવી ઘટનાઓ ન બને તેના પર લક્ષ્ય આપવું જોઈએ.

મોરબી ઝૂલતા પૂલ કાંડના અસરગ્રસ્તો પણ કોંગ્રેસ નેતાને મળવા અમદાવાદ જઈ રહ્યાનું જાણવા મળ્યું છે જેમાં એક મુખ્ય અસરગ્રસ્તને કલેક્ટર સાહેબ વિઝીટ કરવા આવવાના છે તેમ કહીને રોકવાનો તથા અન્ય પાસે કોણ કોણ ક્યા વાહનમાં જવાનું છે તેવી માહિતી મેળવવા પોલીસ દ્વારા પ્રયાસ થયાનું બહાર આવ્યું છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *