Image : IANS
Iran New President Masoud Pezeshkian: ઈરાનના ઉદારવાદી નેતા મસૂદ પેઝેશ્કીને રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતીને કટ્ટરપંથી નેતા સઈદ જલીલીને 30 લાખ વોટથી હરાવી દીધા. મસૂદને 1.64 કરોડ વોટ મળ્યા હતા. જ્યારે જલીલીને 1.36 કરોડ વોટ. ઉલ્લેખનીય છે કે ઈરાનમાં ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાઈ હતી જેમાં ઈબ્રાહીમ રઈસી ફરીવાર દેશના રાષ્ટ્રપતિ બન્યાં હતા.
ઈરાનના 9માં રાષ્ટ્રપતિ બન્યાં
માહિતી અનુસાર મસૂદ પેઝેશ્કીયન હવે ઈરાનના 9મા રાષ્ટ્રપતિબ ની ગયા છે. તે હિજાબવિરોધી અને ઉદારવાદી નેતા તરીકે જાણીતા છે. ઉલ્લેખનીય છે કે હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ રઈસીનું નિધન થયા બાદ ફરી એકવાર દેશમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈબ્રાહીમ રઈસી 19મેના રોજ હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનામાં મૃત્યુ પામી ગયા હતા.
આ પણ વાંચો : પહેલીવાર કોઈ AI ઉમેદવારે ચૂંટણી લડી અને હારી ગયો
કોણ છે પેઝેશ્કીયન
મસૂદ પેઝેશ્કીયન એક સર્જન રહી ચૂક્યા છે. તે હાલમાં દેશના સ્વાસ્થ્યમંત્રી છે. ચૂંટણીથી પહેલા રાજકીય ભાષણો દરમિયાન તેમણે અનેકવાર હિજાબનો વિરોધ કર્યો હતો. તે મોરલ પોલિસિંગનો પણ વિરોધ કરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં હિજાબનો મુદ્દો છવાઈ ગયો હતો.
આ પણ વાંચો : બ્રિટનમાં ‘અબ કી બાર 400 પાર’, ઋષિ સુનક સત્તાથી બહાર