Lok Sabha Elections 2024: ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નુએ ફરી ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યું છે. તેમણે એક વીડિયો જાહેર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ.જયશંકરને પડકાર ફેંક્યો છે. વીડિયોમાં પન્નુએ મોદી સરકાર સામે મોરચો ખોલવા અને 19મી એપ્રિલથી શરૂ થઈ રહેલી લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદી વિરુદ્ધ ષડયંત્ર રચવાની વાત કરી હતી.

પન્નુના વીડિયોમાં શું છે?

પન્નુના લગભગ ત્રણ મિનિટના લાંબા વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહના નિવેદનો પણ બતાવવામાં આવ્યા છે. જેમાં એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ‘જે કોઈ ભારત વિરુદ્ધ ષડયંત્ર રચવાનો પ્રયાસ કરશે તેની સામે સરકાર કડક કાર્યવાહી કરશે.’ એક રેલીને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન મોદી કહી રહ્યા છે કે ‘આજનું ભારત નવું ભારત છે, જે પણ ભારત વિરુદ્ધ કામ કરે છે તેના ઘરમાં ઘૂસીને મારશે.’ આ ઉપરાંત પન્નુંએ પ્રતિબંધિત સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ (SFJ)ના લોકોને ચૂંટણી રેલીઓમાં ભાજપના નેતાઓ વિરોધ કરવા અપીલ કરી હતી.

પીએમ મોદીએ આ વાત કહી

ચોથી એપ્રિલે જમુઈમાં જાહેર રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને દાવો કર્યો હતો કે, ‘યુપીએ શાસન દરમિયાન ભારતને એક નબળો દેશ માનવામાં આવતો હતો. ભારતમાં નાના દેશોના આતંકવાદીઓ હુમલા કરતા હતા અને કોંગ્રેસ અન્ય દેશોને તેની ફરિયાદ કરતી હતી, પરંતુ આજે ભારત દુશ્મનના ઘરમાં ઘૂસીને હુમલો કરી શકે છે.

પન્નુએ હિન્દુઓને કેનેડા છોડવાનું કહ્યું

સોશિયલ મીડિયા પર ફરતા એક વીડિયોમાં પન્નુએ કહ્યું કે, ‘ખાલિસ્તાન તરફી શીખોએ સતત કેનેડા પ્રત્યે વફાદારી દર્શાવી છે.’ આ પછી તેણે ભારત-કેનેડિયન હિન્દુઓને ધમકી આપીને દેશ છોડવા કહ્યું. નોધનીય છે કે, વર્ષ 2023માં પન્નુને એક નવો વીડિયો જાહેર કર્યો હતો જેમાં શીખોને 19મી નવેમ્બર પછી એર ઈન્ડિયાના વિમાનમાં ન ઉડવાનું કહ્યું હતું, કારણ કે તેમનો જીવ જોખમમાં હોઈ શકે છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *