Image Twitter
PM Modi will visit Russia: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા જવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે એવા સમાચાર આવી રહ્યા છે કે, હવે રશિયામાં હિન્દુ મંદિર સ્થાપવાની માંગને લઈને હિન્દુ સમુદાય એકત્રિત થતો જોવા મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે, નેપાળ અને ભારત જેવા દક્ષિણપૂર્વ એશિયાના દેશોમાં સૌથી વધુ માનવામાં આવતા હિંદુ ધર્મે 1900ના દાયકાની આસપાસ રશિયામાં હિન્દુ મંદિર હોવાનું અહેસાસ કરાવ્યો હતો. રશિયામાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી ધર્મ માનનારા છે.
રશિયન સરકાર હિંદુ માંગણીઓને લઈને ઘણી ગંભીર છે
એક રિપોર્ટ પ્રમાણે ઈન્ડિયન બિઝનેસ એલાયન્સના પ્રમુખ સ્વામી કોટવાણીએ રશિયાની રાજધાની મોસ્કોમાં પહેલી હિન્દુ ઈમારત બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. રિપોર્ટ મુજબ એવું માનવામાં આવે છે કે, ભારત સાથે મજબૂત સંબંધોને કારણે રશિયન સરકાર હિંદુ માંગણીઓને લઈને ઘણી ગંભીર છે. જો કે, અહીં પહેલેથી જ હિંદુ ધર્મ સાથે જોડાયેલી ઈમારતો અને સામુદાયિક કેન્દ્રો જોવા મળે છે.
હિન્દુ સમુદાયે સરકાર સમક્ષ મંદિર બનાવવાની માંગણી કરી
આગામી 8મી જુલાઈએ હવે પીએમ મોદી રશિયા જવા રવાના થનાર છે. આ પહેલા પણ હિન્દુ સમુદાય મોસ્કોમાં હિન્દુ મંદિર બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યો છે. મોસ્કો અને સેન્ટ પીટર્સબર્ગમાં કેટલાક ઈસ્કોન (ISKCON) મંદિરો આવેલા છે. જો કે, આ મંદિરો એક સાદા ભવનમાં છે, જેમાં ભારતીય સમુદાયની ઈચ્છા છે કે તેને બદલીને મંદિર બનાવીએ. જેને લઈને હિન્દુ સમુદાયે દેશની સરકાર સમક્ષ મંદિર બનાવવાની માંગણી કરી છે.
પીએમ મોદી રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરશે
રશિયાના પ્રવાસ દરમિયાન પીએમ મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ મુલાકાત કરશે. ખાસ વાત એ છે કે, સતત ત્રીજી વખત વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ મોદીનો આ પહેલો વિદેશ પ્રવાસ થઈ રહ્યો હશે. અત્રે એકવાત નોંધનીય છે કે, લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર થયા બાદ પુતિને મોદીને ફોન પર શુભેચ્છાઓ પાઠવી હતી. જો કે ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતી મેળવી શકી ન હતી, પરંતુ NDA સરકાર બનાવવામાં સફળ રહી હતી.
આ વર્ષના અંતમાં બંને નેતાઓ રશિયાના કાઝાનમાં યોજાનારી બ્રિક્સ સમિટમાં પણ ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદનો આ પ્રવાસ એવા ટાઈમે થઈ રહ્યો છે, જ્યારે રશિયાએ ભારત સાથે લોજિસ્ટિક પાર્ટનરશિપ (RELOS)કરારને મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત બંને પક્ષો છેલ્લા કેટલાક વર્ષોથી સંયુક્ત લશ્કર તહેનાત કરવા માટે વાટાઘાટો કરી રહ્યાં છે, જે અનિવાર્યપણે એક પારસ્પરિક લોજિસ્ટિક્સ એક્સચેન્જ (RELOS) સોદો કરવામાં આવ્યો છે. આ કરાર રશિયા અને ભારતના સૈન્ય રચનાઓ, યુદ્ધ જહાજો અને લશ્કરી વિમાનોના પરસ્પર પ્રસ્થાનની પ્રક્રિયા પર છે.