રાજસ્થાન પાસિંગની એક કાર ભરૂચથી વડોદરા તરફ આવી રહી છે તેવી માહિતીના આધારે વરણામા પોલીસ દ્વારા નેશનલ હાઇવે પર વોચ ગોઠવવામાં આવી હતી બાતમી મુજબની કાર આવતા પોલીસે તેને રોકવાનો પ્રયત્ન કરવા છતાં ચાલકે કાર રોકી ન હતી અને ભગાડી હતી. પોલીસે કારનો ફિલ્મી ઢબે પીછો કરતા ધનિયાવી પાસે સિંગલ પટ્ટી રોડ ઉપર કાર મૂકીને ચાલક ફરાર થઈ ગયો હતો પોલીસે કારમાં તપાસ કરતા દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે કારમાંથી બિયરના ટીન તેમજ કાર મળી કુલ 4.52 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો દારૂનો જથ્થો કોનો છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *