Pushpa 2 Teaser Out: અલ્લુ અર્જુનની પુષ્પા 2: ધ રૂલ સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. જ્યારે દરેક વ્યક્તિ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે નિર્માતાઓએ ખાતરી આપી હતી કે તેલુગુ સ્ટાર તેની બ્લોકબસ્ટર ફિલ્મની સિક્વલમાં “ડબલ ફાયર” સાથે પાછો આવશે. એટલા માટે દરેક અપડેટ સાથે મેકર્સ ફેન્સની ઉત્તેજના વધારી રહ્યા છે. હવે તાજેતરમાં જ નિર્માતાઓએ અલ્લુ અર્જુનના જન્મદિવસ પર ‘પુષ્પા 2’નું ટીઝર રિલીઝ કર્યું છે. જે જોતા ખૂબ જ ધમાકેદાર લાગી રહ્યું છે. 8 સેકેન્ડના ટીઝરમાં એક્ટર એક્શન કરતા દેખાય રહ્યા છે.
અલ્લુ અર્જુનનું ફર્સ્ટ લૂક પોસ્ટર થયું હતું રિલીઝ
ગયા વર્ષે પુષ્પા 2 ના અલ્લુ અર્જુનનું ફર્સ્ટ લૂક પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. પોસ્ટરમાં, અભિનેતા સાડી પહેરેલો જોવા મળ્યો હતો અને તેનો ચહેરો વાદળી અને લાલ રંગથી રંગવામાં આવ્યો છે. તેણે સોનાના પરંપરાગત અને ફ્લોરલ જ્વેલરી સાથે મેક-અપ પણ કર્યો હતો. આ સિવાય તે પોસ્ટરમાં કાનની બુટ્ટી અને નાકમાં નથ સાથે બંગડીઓ પણ પહેરેલ જોવા મળ્યો હતો.
અલ્લુ અર્જુને ટ્વીટર પર માન્યો આભાર
X પર ટીઝર શેર કરતા, અલ્લુ અર્જુને લખ્યું, “જન્મદિવસની શુભેચ્છાઓ માટે હું આપ સૌનો આભાર માનું છું! મારું હૃદય કૃતજ્ઞતાથી ભરેલું છે. કૃપા કરીને આ ટીઝરને આભાર કહેવાની મારી રીત તરીકે લેશો!”
I thank each and everyone of you for the birthday wishes! My heart is full of gratitude. Please take this teaser as my way of saying thank you! https://t.co/fZQDGYNlWb#Pushpa2TheRule
— Allu Arjun (@alluarjun) April 8, 2024
પુષ્પા 2ની સ્ટાર કાસ્ટ
સુકુમાર દ્વારા દિગ્દર્શિત, ‘પુષ્પા 2: ધ રૂલ’માં રશ્મિકા મંદન્ના, ફહાદ ફાસીલ, જગદીશ પ્રતાપ બંડારી અને સુનીલે મહત્વની ભૂમિકા ભજવી છે. આ તમામ સ્ટાર્સ ફિલ્મના પહેલા ભાગમાં પણ દમદાર રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ આ વર્ષે સ્વતંત્રતા દિવસે એટલે કે 15 ઓગસ્ટ 2024ના રોજ મોટા પડદા પર આવશે.