Vadodara Corporation Fire Safety Drive : વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં મોટી સંખ્યામાં જ્યાં લોકો એકત્રિત થતા હોય એવા જાહેર સ્થળોએ ફાયર એનઓસી સહિતની વિવિધ પરવાનગીઓ જાહેરમાં જોઈ શકાય એવી રીતે મુકવા પાલિકા મ્યુનિ. કમિશનરે જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, મનોરંજનના હેતુથી ધંધાદારી વ્યક્તિઓ, સંસ્થાઓ દ્વારા મનોરંજનની પ્રવૃત્તિ સહિતના અન્ય સ્થળો જેવા કે, ધાર્મિક સ્થળો, આરોગ્ય સેવાઓ પૂરી પાડતી સંસ્થાઓ અને અન્ય જાહેર સ્થળોએ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય છે. આવા અગત્યના અને જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય તેવા સ્થળોએ લોકોની સલામતી અને સેફટી જળવાઈ એ ખાસ જરૂરી છે. જેથી આવી સંસ્થાઓ વ્યાપારી જગ્યાઓએ સલામતી અને સેફ્ટી ને લગતા તમામ પરવાના જેવા કે ફાયર એનઓસી, બીયુ પરમિશન અને જરૂરી હોય તેવા કિસ્સામાં પોલીસ વિભાગનું મંજૂરી સર્ટિફિકેટ તથા આરોગ્ય પરવાના અને કાયદાકી જોગવાઈઓ અનુસાર મેળવવાના થતા તમામ સર્ટીફીકેટો આવી જગ્યાઓએ સંસ્થાના લોકોએ જાનમાલની પૂરી સલામતીની કાળજી રાખવાના ઇરાદે તમામ લોકો જોઈ શકે એવી રીતે જાહેરમાં રાખવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા જણાવાયું છે.
આવા ધંધાદારી તમામ એકમો સંસ્થાઓ જેવા કે મોલ હોસ્પિટલ શાળાઓ કચેરીઓ તથા ત્રીજા શિડ્યુલમાં જણાવ્યા મુજબના તમામ એકમો, ટ્યુશન ક્લાસીસ, ધાર્મિક સ્થળો, ગેમિંગ ઝોન, સર્કસ, હોટલ, રેસ્ટોરન્ટ, શોરૂમ, સ્કૂલ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ સહિતના સંસ્થાના સંચાલકોએ આવા તમામ પરવાના 3×2 ફૂટની જગ્યામાં પ્રદર્શિત કરવા મ્યુનિસિપલ કમિશનરે જાહેર જનતા જોગ લાગતા વળગતા તમામને જાહેરાત દ્વારા ન્યુ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું છે.