નકલી હુકમો બનાવનાર આરોપીને 9 દિવસના રિમાન્ડ મંજૂર
દાહોદના બિલ્ડર શૈશવ પરીખને કોર્ટમાં રજૂ કરાયો
પોલીસે આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી
દાહોદમાં નકલી કચેરી પછી ખેતીલાયક જમીનોના નકલી હુકમો બનાવી સરકારને કરોડો રૂપિયાનો ચુનો લગાડવાનું કૌભાંડ સામે આવ્યુ છે. જેમાં સમગ્ર કેસા દાહોદ પોલીસે અત્યાર સુધી 2 FIR નોંધી અને 3 લોકોની ધરપકડ કરી છે. તેમાં દાહોદ પોલીસે દાહોદના બિલ્ડર શૈશવ પરીખ સહીત 3 લોકોની ધરપકડ કરી હતી.
નકલી હુકમો બનાવનાર આરોપીને 9 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા
નકલી હુકમો બનાવનાર આરોપીને 9 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. જેમાં દાહોદના બિલ્ડર શૈશવ પરીખને કોર્ટમાં રજૂ કરાયો હતો. તેમાં પોલીસે આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે આરોપી શૈશવ પરીખના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ખેતીલાયક જમીનોના નકલી હુકમો બનાવ્યા હતા. જેમાં સરકારને કરોડોનો ચૂનો આરોપીએ લગાવ્યો હતો. આરોપીની ઓફિસ અને ઘરેથી મહત્વના દસ્તાવેજ મળ્યા છે. જેમાં દાહોદ જિલ્લામા નકલીના બોલબાલા જોવા મળ્યા છે.
રીમાન્ડ દરમિયાન અનેક મોટા ખુલાસા થવાની શક્યતા
3 આરોપીની તપાસ હાથ ધરી ત્રણેયને જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલાયા હતા. જેમાં જ્યુડિશ્યલમા મોકલ્યા બાદ શૈશવ પરીખની ફર્ધર રીમાન્ડની માંગણી સાથે જેલમાંથી ફરી ધરપકડ કરવામાં આવી છે. જેમાં પોલીસે ધરપકડ બાદ કોર્ટમા રજુ કરતા 14 દિવસના રીમાન્ડની માંગણી કરી હતી. તેમાં કોર્ટે આરોપી શૈશવ પરીખના 9 દિવસના રીમાન્ડ આપ્યા છે. ત્યારે હવે રીમાન્ડ દરમિયાન શૈશવ પરીખની ઓફીસ અને ઘરે તપાસ હાથ ધરતા મહત્વના દસ્તાવેજ પણ હાથે લાગ્યા છે. તેમાં રીમાન્ડ દરમિયાન અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે.