5 લાખથી વધારે લીડથી જીતવાનું છે : પાટીલ
બધાને એમ હોય કે હું નહીં જાઉં તો બીજા મત આપશે
પેજ કમિટીના આપણે 74 લાખ સભ્યો બનાવ્યા
દાહોદ જિલ્લામાં લોકસભાની ચૂંટણીને સફળતાથી પાર પાડવા માટે વહિવટી તંત્ર વિવિધ પ્રકારની તૈયારીઓ કરી રહ્યું છે. જેમાં ચૂંટણી લડવા માટેના ફોર્મ તો 12મી તારીખથી ભરાવવાનો આરંભ થશે. પણ રાજકિય પક્ષો દ્વારા પ્રચાર કાર્ય શરૂ કરી દેવામાં આવ્યો છે.
થોડા મત ખૂટ્યા એટલે આપણે વિધાનસભામાં સીટ હાર્યા
દાહોદમાં સી.આર.પાટીલે સંબોધન કર્યું છે. જેમાં સી.આર.પાટીલે જણાવ્યું છે કે થોડા મત ખૂટ્યા એટલે આપણે વિધાનસભામાં સીટ હાર્યા હતા. 5 લાખથી વધારે લીડથી જીતવાનું છે. બધાને એમ હોય કે હું નહીં જાઉં તો બીજા મત આપશે. પહેલો સંકલ્પ કરો કે મતદાન કરવા જઈશ.
પેજ કમિટીના આપણે 74 લાખ સભ્યો બનાવ્યા: સી.આર.પાટીલ
1.13 કરોડ પ્રાથમિક સદસ્યતા સભ્યો છે. પેજ કમિટીના આપણે 74 લાખ સભ્યો બનાવ્યા છે. એ હિસાબે આપણને 2.22 કરોડ મત મળવા જોઇએ. આ 54 લાખ મત તમે પૂરી તાકાતથી વધારે અપાવી દો. જો આ મત મળી જાય તો સામેવાળાની ડિપોઝિટ બચશે નહી. હું તો જાહેર સભા કરતો જ નથી. કાર્યકર્તાની તાકાતને આધારે હું ચૂંટણી લડું છુ. મોદી સાહેબના વિચારોને આધારે હું ચૂંટણી લડું છુ. લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને જ ભાજપના કાર્યકરોને સંબોધવા માટે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ ઝાલોદ આવ્યા છે. ઝાલોદમાં બાંસવાડા રોડ ઉપર સર્વોદય સોસાયટી સ્થિત ગોયલ પેલેસમાં સી.આર પાટીલ કાર્યકર્તાઓને સંબોધન કર્યું છે. દાહોદ જિલ્લામાં ભાજપમાં હાલમાં કોઇ ડખો જોવા મળી રહ્યો નથી.