ઈન્દોરથી રાજકોટ જતી ખાનગી ટ્રાવેલ્સમાં કાર્યવાહીપેસેન્જરોને પૂછતા તમામે બેગ પોતાની ન હોવાનું કહ્યુંમધ્યપ્રદેશ પોલીસ અને Fst અને SSt ટીમની કાર્યવાહી

ચૂંટણી સમયે દેશભરમાં ચેકિંગ સઘન બનાવવામાં આવ્યું છે. ત્યાં મધ્ય પ્રદેશ અને ગુજરાત બોર્ડ પાસે આવેલી પીટોલ બોર્ડર પરથી 1 કરોડથી વધુની કેશ ઝડપાઈ છે. જેમાં એક કરોડથી વધુ રોકડ અને ચાંદીનો જથ્થો ઝડપાયો છે. જેને લઇ મધ્ય પ્રદેશ પોલીસએ કાયદેસરની કાર્યવાહી કરી છે. લોકસભા ચૂંટણીને લઈ પોલીસ અને એસઆઇટી દ્વારા મુદ્દામાલ ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
દાહોદને અડીને આવી છે મધ્યપ્રદેશની પીટોલ બોર્ડર
મધ્યપ્રદેશ નજીક પીટોલ બોર્ડર ઉપરથી ઇન્દોરથી આવતી ખાનગી ટ્રાવેલ્સમાથી બિનવારસી હાલતમા રોકડ રકમ અને ચાંદી મળી આવી છે. જેમાં પોલીસ દ્વારા હાલમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરહદી વિસ્તારોમાં વાહનોનું સઘન ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે દાહોદ જિલ્લાને અડીને આવેલ મધ્ય પ્રદેશની પીટોલ બોર્ડર ખાતે વાહન ચેકિંગ દરમિયાન એક બસમાંથી એક કરોડ ઉપરાંતની રોકડ રકમ તેમજ ચાંદી કબજે કરવામાં આવ્યું છે.
જ્યારે મધ્ય પ્રદેશના ઝાબુંવા જિલ્લાના પીટોલ બોર્ડર પરથી રાત્રે એસએસટી તેમજ એફએસટીની ટીમોએ સ્થાનિક પોલીસની સાથે મળી ઉજ્જૈન પાસિંગની રાહુલ ટ્રાવેલ્સની બસની તપાસ કરતા ચોકી ગઇ હતી. બસની અંદર મુકેલી એક બેગમાંથી બિનવારસી એક કરોડની રોકડ રકમ અને ચાંદીનો મોટો જથ્થો મળી આવ્યો છે. આ બસ ગુજરાતમાં રાજકોટ તરફ આવી રહી હતી.
રોકડ અને ચાંદી કોણે પહોંચાડવાની હતી તે તપાસ શરૂ
બસમાં સવાર મુસાફરો તેમજ બસના ચાલક તેમજ ક્લીનરની પૂછપરછ કરતા કોઈએ પણ આ બેગ માલિકી દર્શાવી ન હતી.જો કે વધુ તપાસ કર્યા બાદ પોલીસે રોકડ અને ચાંદીનો જથ્થો જપ્ત કરી બસના ચાલક તેમજ ક્લીનરનો નિવેદનો લઈ બસને આગળ રવાના કરી હતી. અને બસના માલિકને નોટિસ મોકલી બોલાવ્યા છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *