Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી પહેલા બિહારના ગોપાલગંજમાં 8,774 સિમ કાર્ડ અને નેપાળની કરન્સી મળતા દોડધામ મચી ગઈ છે. આ વાતને ગંભીરતાથી લઈને એન્ટિ ટેરરિઝમ સ્ક્વૉડ અને ઈકોનોમિક ઓફેન્સ યુનિટના અધિકારીઓએ પણ તપાસ હાથ ધરી છે. તપાસ એજન્સીઓને શંકા છે કે, લોકસભા ચૂંટણીમાં ચીન, નેપાળ કે બાંગ્લાદેશથી ગરબડ કરવાનું કાવતરું ઘડાતું હોઈ શકે છે.

આની પાછળ દુશ્મન દેશનો હાથ હોઈ શકે છે

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ સિમ કાર્ડ દિલ્હીથી ફ્લાઈટ દ્વારા ગોરખપુર એરપોર્ટ પર લાવ્યા હતા. ત્યારબાદ નેપાળથી આવેલા પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના ત્રણ યુવકોને એરપોર્ટ પર જ સિમકાર્ડ રિસીવ કર્યા હતા. સમગ્ર નેટવર્ક નેપાળના કાઠમંડુથી ઓપરેટ થઈ રહ્યું હતું. તેથી સુરક્ષા એજન્સીઓને આશંકા છે કે આની પાછળ દુશ્મન દેશ ચીન પણ હોઈ શકે છે.

આરોપીએ બાંગ્લાદેશી હોવાના પોલીસને ઈનપુટ મળ્યા 

ધરપકડ કરાયેલા ત્રણ યુવકોએ પશ્ચિમ બંગાળના માલદાના રહેવાસી હોવાનો દાવો કર્યો છે. પરંતુ આ અંગે તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે પોલીસને ઈનપુટ મળ્યા હતા કે તેમાથી બે બાંગ્લાદેશી છે. ગોપાલગંજના એસપી સ્વર્ણ પ્રભાતે જણાવ્યું હતું કે, ‘તપાસ એજન્સીઓ દ્વારા જે પણ મદદ માંગવામાં આવશે તેમાં પોલીસ સહયોગ કરશે.’ નોંધનીય છે કે, પાંચમી એપ્રિલે ગોપાલગંજના કુચાયકોટ પોલીસ સ્ટેશનની પોલીસે યુપી-બિહારના બલથરી ચેકપોસ્ટ પર એક કારમાંથી 8 હજાર 774 સિમ કાર્ડ અને 18 હજાર નેપાળની કરન્સી જપ્ત કરી હતી. પકડાયેલા યુવકે પોલીસ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે આ સિમકાર્ડનો ઉપયોગ સાયબર ફ્રોડમાં થતો હતો.

કાઠમંડુથી ઓપરેટ થતી ગેંગ કોણ છે?

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, કેટલાક સિમકાર્ડ ચાલુ છે અને કેટલાક સાદા સિમકાર્ડ છે. પોલીસને મળેલા મોબાઈલ ફોનમાં લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયાનું બહાર આવ્યું છે. પોલીસ આ ગેંગ સાથે સંકળાયેલા આંતરરાષ્ટ્રીય સાયબર ગુનેગારોને પકડવા કાર્યવાહી કરી રહી છે. જો કે, તેમાં કેટલા લોકો સામેલ છે તે સ્પષ્ટ નથી. હવે સવાલ એ છે કે આટલા બધા સિમ કાર્ડ લઈને લોકસભાની ચૂંટણીમાં મુશ્કેલી ઊભી કરવાનું ષડયંત્ર કોણ કરી રહ્યું છે. નેપાળના કાઠમંડુથી નેટવર્કનું સંચાલન કોણ કરે છે? સુરક્ષા એજન્સીઓ અને ગોપાલગંજ પોલીસ આ તમામ મુદ્દાઓની સંપૂર્ણ તપાસ કરી રહી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *