Image Source: Freepik
જામનગર શહેર -ધ્રોળ અને જોડીયામાં ગઇરાત્રે પોલીસે ત્રણ સ્થળે દરોડા પાડ્યા છે, અને 6 આરોપીઓની અટકાયત કરી લઈ રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.
જામનગર જિલ્લાના ધ્રોળમાં આહીર કન્યા છાત્રાલય પાછળના ભાગમાં બાવળ ની ઝળી માંથી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલા રફી ઇબ્રાહીમભાઇ મકવાણા, હાજી સુલતાનભાઈ મકવાણા, સીદ્દીક ઇબ્રાહીમભાઇ મકવાણા અને રજાક સુલતાનભાઈ મકવાણાની અટકાયત કરી છે, અને તેઓ પાસેથી રૂપિયા 3,350ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.
જુગાર અંગે નો બીજો દરોડો જામનગરમાં ખોજા નાકા વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં વરલી મટકા ના આંકડા લખી રહેલા સબીર રહીમભાઈ બ્લોચ નામના શખ્સની અટકાયત કરી લઈ તેની પાસેથી રોકડ રકમ તેમજ વરલી મટકા ના આંકડાનું સાહિત્ય કબજે કર્યું છે.
ત્રીજો દરોડો જોડિયા ટાઉનમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં વરલી મટકાના આંકડા લખી રહેલા અજીજ મામદભાઈ ગાધ નામના શખ્સ ને પોલીસે ઝડપી લીધો છે, અને તેની પાસેથી પણ રોકડ રકમ તેમજ વરલી મટકા નું સાહિત્ય કબજે કર્યું છે.