ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા એન એમ એમ એસ ની સ્કોલરશીપ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે પરીક્ષા આપવા માટે આવેલા વિદ્યાર્થીઓને પ્રોતસાહિત કરવામાં આવ્યા હતા.
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા યોજાયેલી એન.એમ.એમ.એસ.ની સ્કોલરશીપ પરીક્ષા ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આજે પ્રણામી ગ્લોબલ સ્કૂલ જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના શાસનાધિકારી ફાલ્ગુની બેન પટેલ, શિક્ષક સંઘ ના પ્રમુખ શ્રી ચંદ્રકાંત ખાખરીયા અને હોદેદારો સંજયભાઈ ચાંદ્રા, રાજેશ ભેસદડિયા, અમીત સોની, મેરામણ કરેથા, દિપકભાઈ ગલાણી, પ્રણામી હાઇસ્કુલ ના પ્રિન્સિપાલ શ્રી ગોધાણી,ઉપરાંત આદેશ ભાઈ મહેતા તેમજ વિવિધ શાળાઓના શિક્ષકો હાજર રહ્યા હતા.