જામનગર શહેરમાં ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર શહેરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રિવાબા જાડેજા ઉપરાંત શહેર ભાજપના પ્રમુખ ડો. વિમલભાઈ કગથરાની રાહબરી હેઠળ બાઈક રેલી યોજાઇ હતી.
વિશ્વ સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના 44માં સ્થાપના દિવસ નિમિતે ભવ્યબાઇક રેલી નું આયોજન કરાયું હતું, જે બાઈક રેલીનો જામનગર શહેર ભાજપના મધ્યસ્થ કાર્યાલય પાસેથી ગઈકાલે સાંજે સાડા પાંચ વાગ્યે પ્રારંભ થયો હતો.
જેમાં 78- વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજા, 79- વિધાનસભા વિસ્તાર ના ધારાસભ્યશ્રી દિવ્યેશભાઈ અકબરી, જામનગર શહેર ભાજપ ના પ્રમુખશ્રી વિમલભાઈ કગથરા સહિતના હોદ્દેદારોએ બાઈક રેલી નો પ્રારંભ કરાવ્યો હતો, અને તેઓએ આગેવાની લીધી હતી, અને બાઇક સાથે જોડાયા હતા.
આઉપરાંત શહેર ભાજપના કોર્પોરેટર તથા સંગઠન ના હોદેદારો, દરેક મોરચાના હોદેદારો તથા બૂથ સુધીના તમામ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. જે બાઈક રેલીયા નગર ભ્રમણ કર્યા પછી શહેર ભાજપના કાર્યાલયે ફરી પૂર્ણ થઈ હતી.