image : Freepik
Jamnagar Crime News : જામનગરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતી શિક્ષિકા ક્રીસ્ચન મહિલા ઉપર હુમલો કરી હાથ પગ ભાંગી નાખવા અંગે તેમજ તેના ભાઈને પણ માર મારવા અંગે જમાઈ અને તેના એક સાગરિત સામે ફરિયાદ નોંધાવી હતી, જે પ્રકરણમાં પોલીસે હુમલાખોર જમાઈની ધરપકડ કરી લઇ પોલીસ લોકઅપમાં બેસાડી દીધો છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતી અને શિક્ષિકા તરીકે ફરજ બજાવતી રોક્શન રાઘવન પીલ્લે નામની 55 વર્ષની ક્રિશ્ચિયન શિક્ષિકા મહિલાએ સીટી સી.ડિવિઝન પોલીસ મથકમાં પોતાને માર મારી હાથમાં અને પગમાં ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડવા અંગે તેમજ બચાવવા માટે આવેલા પોતાના ભાઈ ડેસ્ટ્રોને પણ માર મારી ઇજાગ્રસ્ત કરી દેવા અંગે પોતાના જમાઈ કિશોરસિંહ જાડેજા અને તેના સાગરીત મિલન જાદવ સામે ફરિયાદ નોંધાવી હતી.
જે ફરિયાદના અનુસંધાને સીટી સી. ડિવિઝનના મહિલા પીએસઆઇએ આરોપી કિશોરસિંહ જાડેજા સામે આઇપીસી કલમ 325, 323, 504, 506-2, તેમજ જીપીએકટ કલમ 135-1 હેઠળ ગુનો નોંધી આરોપી જમાઈની અટકાયત કરી લીધી છે અને તેને પોલીસ લોકઅપમાં બેસાડી દીધો છે.