ગુંગળામણને કારણે મોત થયાનું પ્રાથમિક તબક્કે ખુલ્યું : યુવાન સર્વિસ સ્ટેશનમાં કામ કરતો હોવાનું તથા તરૂણી આ વિસ્તારમાં ઘરકામ કરવા આવતી હોવાનું ખુલ્યું

પોરબંદર, : પોરબંદરના વાડીપ્લોટ જેવા પોશ વિસ્તારમાં ટૂ વ્હીલર અને ફોર વ્હીલરના સવસ સ્ટેશન કમ ગેરેજમાંથી બપોરના સમયે એક યુવક અને તરૂણીના મૃતદેહ મળી આવતા પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલે લાવવામાં આવ્યા છે અને પ્રાથમિક તબક્કે બંનેનું ગુંગળામણને કારણે મોત નિપજ્યુ હોવાનુ જાણવા મળ્યું છે. આમ છતા આગળની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

બનાવની વિગત એવી છે કે પોરબંદરના વાડીપ્લોટ જેવા પોશ વિસ્તારમાં આવેલ ધનસ્વી સવસ સ્ટેશન કે જ્યાં કાર અને બાઇકની સવસ ઉપરાંત સમારકામ પણ થાય છે. ત્યાં યુવક અને તરૂણીનો મૃતદેહ કારની અંદરમાં હોવાની કોઇએ પોલીસને જાણ કરતા કમલાબાગ પોલીસમથકના ઇન્સપેકટર પરમાર સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ કરતા કારમાંથી શંકાસ્પદ હાલતમાં યુવક અને તરૂણીના મૃતદેહ મળી આવ્યા હતા જેમાં યુવક પોરબંદરના મહારાણા મીલના ચાલી વિસ્તારમાં રહેતો નિખીલ મહેન્દ્રભાઇ મસાણી નામનો 19 વર્ષનો હોવાનું જ્યારે સગીરા મહારાણા મીલની ચાલી સામે રહેતી 17 વર્ષની નીશા પ્રેમજી મજીઠીયા હોવાનું બહાર આવ્યુ હતુ. બંનેના મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ માટે સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડયાહતા.

પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો તથા તેઓના પરિવારજનોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજા અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ ઇન્સપેકટર આર.કે.કાંબરીયા સહિતનાઓએ પૂછપરછ કરતા એવુ જાણવા મળ્યુ હતુ કે નિખીલ અને નિશા બંને શ્રમિક પરિવારના છે. નિખીલ છેલ્લા કેટલાક વર્ષોથી ધનસ્વી સવસ સ્ટેશન ખાતે કામ કરતો હતો અને મોટાભાગની જવાબદારી તેના ખભા ઉપર જ હતી તો નીશા વાડીપ્લોટના આ વિસ્તારમાં સાફસફાઇ સહિત ઘરકામ કરવા માટે જતી હતી અને કેટલાક પરિવારોના કામ તેણે રાખ્યા હતા.

યુવક અને સગીરા એકબીજાના સંપર્કમાં છે તેનાથી પરિવારજનો પણ અજાણ હતા.મૃતક નીશાની મોટી બહેન પણ ઘરકામ કરવા તેની સાથે જ ગઇ હતી અને ત્યાંથી નીશાએ પોતે પોર્ચ વિસ્તારમાં સાફસફાઇ કરવા માટે જાય છે. તેમ જણાવીને નીકળી ગઇ હતી અને ત્યારબાદ બપોરે સીધો જ બંનેનો મૃતદેહ મળી આવ્યો હતો.તો બીજી બાજુ ગેરેજમાં પણ અન્ય યુવાનોની પૂછપરછ કરવામાં આવતા એવું જણાવવામાં આવ્યુ હતુ કે નિખીલ ઘરેથી સવસસ્ટેશને જવા નીકળ્યા બાદ બપોરે ગેરેજ બંધ હતુ અને તેને ફોન કરવા છતા નોરીપ્લાય થતો હતો. આથી શંકા જતા ગેરેજે આવ્યા ત્યારે શટર ખોલતા અંદરથી નિખીલ અને નીશાના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા તેઓ ચોંકી ઉઠયા હતા અને પોલીસને જાણ કરી હતી.

ધનસ્વી સવસ સ્ટેશનમાં કારની અંદર બંનેના મૃતદેહ જે પરિસ્થિતિમાંથી મળી આવ્યા હતા તેને જોતા પ્રાથમિક તબક્કે એવુ જાણવા મળ્યુ છે કે એ બંનેનુ મૃત્યુ ગુંગળામણના કારણે થયુ છે.કારણકે જ્યારે શટર ખોલવામાં આવ્યુ ત્યારે અંદર ખૂબજ બફારો હતો અને શ્વાસ પણ લેવામાં જીવ મુંજાય તેવી હાલત જણાતી હતી માટે તેઓ બંને અંદર ગયા બાદ શટર બંધ કરી દેવામાં આવ્યુ હતુ તેથી અંદરથી તેઓ એ જ શટર બંધ કર્યુ હતુ કે બહારથી કોઇએ કરી દીધુ હતુ ? તે પ્રશ્ન છે અને પોલીસ તપાસમાં બીજી વિગતો બહાર આવશે. પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને ભાવસિંહજી હોસ્પિટલે લવાયા બાદ ઇન્સ્પેકટર કાંબરીયાના જણાવ્યા અનુસાર એ બંનેનું ગુંગળામણને કારણે મૃત્યુ થયાનુ પ્રાથમિક અનુમાન છે. આમ, પોરબંદર શહેરમાં ભારે ચકચાર મચાવનારો યુવક અને સગીરના અપમૃત્યુનો બનાવ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *