Anti Malaria and Dengue Month : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેલેરીયા, ડેન્ગ્યુ અને ચિકુનગુનીયા જેવા વાહકજન્ય રોગ પર નિયંત્રણ લાવવા અને લોકોમાં આ રોગો પ્રત્યે જાગૃતિ કેળવાય તે માટે દર વર્ષેની માફક આ વર્ષે પણ જુન માસ ‘મેલેરીયા વિરોધી માસ’ અને જુલાઈ માસ ‘ડેન્ગ્યુ વિરોધી માસ’ ની ઉજવણી કરવામાં આવનાર છે. રાષ્ટ્રીય વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ તથા વિશ્વ આરોગ્ય સંસ્થાએ મેલેરીયા રોગની નાબૂદી માટે નેશનલ ફ્રેમ વર્ક ફોર મેલેરિયા એલિમિનેશન ઈન ઇન્ડિયા (2016-2030) પ્રોગ્રામ લોન્ચ કરેલ છે.

વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા વાહક જન્ય રોગોના ફેલાવવા અને અટકાયતના ઉપાયો તથા તેની સારવાર અને સ્વ બચાવો અંગેના ઉપાયો વિશે જાણકારી વધે તે માટે તમામ સરકારી અર્ધસરકારી સંસ્થાઓ તથા નાગરિકો આ ઝુંબેશમાં જોડાય તે માટેના પ્રયાસ શરૂ કરવામાં આવેલા છે. વાહકજન્ય રોગ નિયંત્રણ માટે સૌ પ્રથમ જૂન માસમાં ચોમાસા પૂર્વે સંલગ્ર સંસ્થા/કચેરીઓના તથા રહેઠાણ વિસ્તારમાં મેલેરીયા-ડેન્ગ્યુ-ચિકુનગુનિયા જેવા રોગ ફેલાવતાં વાહક મચ્છ૨ની ઉત્પત્તિ રોકવા માટે પીવાના પાણીના પાત્રોની દર અઠવાડિયે એક વખત સફાઈ કરવામાં આવશે. પાણીની ટાંકીના ઢાંકણો બંધ કરી હવા ચુસ્ત રાખવા જરૂર પડે રીપેરીંગ કરવાનું કહેવાશે. નકામો પડી રહેલ બીન જરૂરી ભંગાર કચરો વિગેરે ચોમાસા પહેલાં સાફ કરાવાશે અને  ભંગારમાં વરસાદી પાણી ન ભરાય તે સ્થળે ખસેડી સોર્સ રીડકશન કરવામાં આવશે, બેઝમેન્ટ તથા અગાશીમાં વરસાદી પાણી ન ભરાઇ રહે તેવી વ્યવસ્થા કરવા તથા પાણીના લીકેજ હોય તો તરત જ રીપેરીંગ કરવાનું તેમજ ચોમાસા દરમ્યાન ઘાબા પર ભરાઈ રહેતા વરસાદી પાણીનો કાયમી નિકાલ ક૨વાની વ્યવસ્થા કરવાની પણ સુચના આપવામાં આવશે. કોર્પોરેશનના ચોપડે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 92 મેલેરિયાના 15 અને ચિકનગુનિયાના 45 કેસ નોંધાયા છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *