ફતેપુરા માર્કેટિંગ યાર્ડમાં અનાજની પેઢીમાં ઓચિંતી તપાસ હાથ ધરાઇ
15270 કિલો ઘઉં, 21,000 કિલો ચણા અને 240 કિલો ચોખાનો જથ્થો સીઝ
ફતેપુરા એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

 દાહોદ જિલ્લાના ફતેપુરા એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની કચેરી ગાંધીનગરની ટીમ દ્વારા અનાજ ની એક પેઢીમાં વડોદરા ખાતે વેચાણ કરેલા જથ્થાના બિલને ક્રોસ વેરી ફેશન કરવા આજે ઓચિંતી રેડ કરવામાં આવી હતી. જેમાં એક પેઢીનો અનાજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.

કેટલાક દિવસ અગાઉ ફતેપુરા માર્કેટિંગ યાર્ડ ખાતે કેટલાક વેપારીઓ સરકારી સસ્તા અનાજનો જથ્થો ગેરકાયદેસર રીતે ખરીદે છે. આ અનાજને અન્ય અનાજ સાથે ભેળસેળ કરીને આવા અનાજની હેરાફેરી કરે છે. આવી મળેલી બાતમીના આધારે ફતેપુરા મામલતદાર એન એસ વસાવા અને ફતેપુરા તાલુકાના પુરવઠા મામલતદાર કેયુર રાણા અને ફતેપુરા તાલુકાના રેવન્યુ તલાટી સહિતની ટીમ દ્વારા ફતેપુરા નગરના માર્કેટિંગ યાર્ડ ખાતે આ ચારેય વેપારીઓને ત્યાં રેડ કરવામાં આવી હતી.

ત્યારે આજે ફતેપુરા માર્કેટ યાર્ડમાં વેપાર કરતા સુભાષચંદ્ર પ્રભુ દયાલ અગ્રવાલની પેઢી ઉપર

 શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ વડોદરાને વેચાણ કરેલ જથ્થાના બિલને ક્રોસ વેરીફીકેશન કરવા તેમજ તપાસણી કરવા માટે મદદનીશ નિયામક ગાંધીનગરની ટીમ નિયુક્ત કરવામાં આવી હતી. જે સંદર્ભે અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની કચેરી ગાંધીનગરના મદદનીશ નિયામકની ટીમ દ્વારા જીએસટીના અધિકારીને અને ફતેપુરાના મામલતદાર અને તેમની ટીમને તેમજ ફ્તેપુરા પોલીસ ટીમને સાથે રાખીને ફતેપુરા એપીએમસી માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ પેઢીના પરવાનેદાર સંચાલકની પેઢીની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી.

ચકાસણી દરમિયાન મળી આવેલ શંકાસ્પદ અનાજનો જથ્થો જોઈને મદદનીશ નિયામકની ટીમ તેમજ ઉપસ્થિત તમામ અધિકારીઓ ચોકી ઉઠયા હતા અને આ પેઢીમાંથી 15270 કિલો ગ્રામ ઘઉં, 21,000 કિલોગ્રામ ચણા અને 240 કિલોગ્રામ ચોખાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. હાલ બીજા દિવસે પણ ફતેપુરા એપીએમસી માર્કેટિંગ યાર્ડ ખાતે પોલીસની ટીમો સાથે રાખીને તેમજ ફતેપુરા મામલતદાર ની ટીમને સાથે રાખીને અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની કચેરી ગાંધીનગર ના મદદનીશ નિયામકની ટીમ દ્વારા હાલ ફતેપુરા એપીએમસી ખાતે તપાસ ચાલુ જ છે. જે બાદ વધુ વિગતો તપાસ પૂર્ણ થયેથી જાણવા મળશે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *