રાજકોટની ગોઝારી ઘટના બાદ તંત્ર સફળું જાગ્યું
મામલતદારની ટીમે ધરેલ તપાસમાં ફાયર સેફ્ટીનો અભાવ જણાયો
 દાહોદના મામલતદારની ટીમ હાથ ધરેલી તપાસમાં બે ઇન્ટરબીટર સિલિન્ડર મળ્યાં હતા

રાજકોટ ખાતેની ટીઆરપી ગેમ ઝોનમાં ગઈકાલે આગ લાગવાની બનેલી મોટી દુર્ઘટનાના પગલે દાહોદમાં તંત્ર સફળું જાગ્યું હતુંશહેરમાં ચાલતા બે ગેમ ઝોનને મામલતદારની ટીમે હાથ ધરેલ તપાસમાં ફાયર સેફ્ટીનો અભાવ અને જવા આવવા માટેનો એક જ રસ્તો હોય બંને ગેમ ઝોનને સીલ માર્યું હતું.

રાજકોટ ખાતે ગેમ ઝોનમાં આગ ફટી નીકળતા 32થી વધુ નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટનાના પ્રત્યાંઘાત સમગ્ર રાજ્યમાં પડયાં છે. ત્યારે દાહોદ શહેરનું નગરપાલિકા, વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર સહિતના વિભાગો એલર્ટ થયા છે. અને ટીમ બનાવી ગેમ ઝોનની તપાસ હાથ ધરવામાં આવી હતી.

 દાહોદના છાબતળાવ પાસે ચાલતા સિક્સ પોકેટમાં દાહોદના મામલતદારની ટીમ હાથ ધરેલી તપાસમાં બે ઇન્ટરબીટર સિલિન્ડર મળ્યાં હતા. પરંતુ ફાયર સેફ્ટીનો અભાવ અને આવવા જવા માટેનો એક જ રસ્તો હોય મામલતદારની ટીમે તેને સીલ કર્યું હતું.

જ્યારે ગોદી રોડ ઉપર આવેલ પુલ સ્નેકર જે બે માળમાં ગેમ રમાડવામાં આવતી હોય છે. અને તેની મામલતદાર દ્વારા કરવામાં આવેલી તપાસમાં આવવા જવા માટેનો એક જ રસ્તો તથા ફાયર સેફ્ટી અને એનઓસીનો અભાવ જોવા મળતા તેને તાત્કાલિક સીલ કરવામાં આવ્યું હતું. તે ઉલ્લેખનીય છે કે, હાલમાં ગરમી અને વેકેશનનો સમય હોય બાળકો આવા ગેમ ઝોનમાં રમવા માટે મોટી સંખ્યામાં જતા હોય છે. ત્યારે દુર્ઘટના સમયે બહાર નીકળવા માટે એક જ રસ્તો અને ફાયર સેફ્ટીના અભાવને લઈ ગમે ત્યારે મોટી ઘટના બની શકે છે.

જ્યારે જ્યારે રાજ્યમાં આવી કોઈ મોટી ઘટના બને છે. ત્યારે સ્થાનિક તંત્ર સફળું જાગે ઊઠે છે. દાહોદમાં છેલ્લા કેટલાક સમયથી આ ગેમઝોન્સ ચાલી રહ્યા છે. પરંતુ રાજકોટ ખાતે બનેલી ઘટના બાદ જિલ્લાનું વહીવટી તંત્ર પોલીસ તંત્ર અને નગરપાલિકા તંત્ર આજે એલર્ટ થઈ મામલતદારની ટીમ દ્વારા બે ગેમ ઝોનને સીલ મારવામાં આવ્યું છે. સેફ્ટીનો અભાવ તેમજ આવવા જવાના એક રસ્તો હોવા છતાં બેરોકટોક આ બે ગેમ ઝોન બિન્દાસ્તપણે ચાલી રહ્યા હતા. ત્યારે આ બે ગેમઝોન વર્ષોથી ધમધમી રહ્યા હતા. પરંતુ રાજકોટની દુર્ઘટના બાદ જ તંત્રની આંખ ખુલ્લી બાકી તો તંત્રની નજરો હેઠળ વર્ષોથી આ ગેમ ઝોન ફાયર સેફ્ટી સહિતની સુવિધાઓ વગર લોકોના જીવના જોખમે ધમધમી રહ્યા હતા.

દાહોદ મામલતદાર કચેરી દ્વારા વહેલી સવારથી છાબ તળાવ વિસ્તારમાં આવેલ ગેમ ઝોન ખાતે સર્ચ કરાતા ગેમ ઝોનના સંચાલકોમાં ભારે ફફડાટ ફેલાઇ ગયો હતો.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *