બિલ્ડરોએ NOC લીધા વિના જ ફ્લેટસ પધરાવી દીધા
ગગનચુંબી ટાવરોમાં કોઈ હોનારત સર્જાય તો જવાબદારી કોની ?
બિલ્ડરોને કેટલીયવાર નોટિસો આપી, જાહેર નોટિસ આપી પણ પેટનું પાણી હાલતું નથી

રાજકોટની ગોઝારી હોનારત બાદ દાહોદમાં નગર પાલિકા દ્રારા સર્વેની કામગીરી ચાલી રહી છે. ત્યારે શહેરમાં આડેધડ બનેલી હાઈ રાઈઝ બિલ્ડીંગો પૈકી 50 થી વધુ બિલ્ડીંગના જવાબદારોએ ફાયરના એનઓસી મેળવ્યા જ નથી. ત્યારે આવા ગગનચુંબી ટાવરોમાં કોઈ હોનારત સર્જાય અને નિર્દોષો ભોગ બનશે તો તેની જવાબદારી આજે જ જવાબદારોએ નક્કી કરી દેવી જન હિતમાં છે.

દાહોદ શહેર માત્ર 6 કિલોમીટરની ત્રિજ્યામાં વસેલુ છે. ભૂમાફ્યિાઓની મિલીભગતને કારણે શહેરમા જમીનની કિંમતો આસમાને હોવાથી મધ્યમ વર્ગ અને નિમ્ન મધ્યમ વર્ગ માટે તો ઘરનું ઘર સ્વપ્ન સમાન છે. બીજી તરફ્ શહેરમાં સૌથી મોટુ કૌભાંડ હાઇરાઇઝ બિલ્ડીંગો બાંધવાનુ વર્ષો વર્ષથી ચાલતુ આવે છે. પરંતુ જ્યારે વાડ જ ચીભડા ગળે છે ત્યારે હવે કોઈક યુગ પુરુષ જ તેનો પર્દાફશ કરશે તેમ લાગી રહ્યુ છે. કારણ કે કયા ધારાધોરણ પ્રમાણે રસ્તાથી કેટલે દુર, કયા વિસ્તારમાં કેટલા માળ બાંધી શકાય અને પાર્કિંગ, લીફ્ટ અને ખાસ કરીને ફાયર સેફ્ટીની સુવિધા અનિવાર્ય છે કે નહી તેનુ મોટે ભાગે ધ્યાન રાખવામાં આવતુ નથી. આવા બાંધકામોના પાયામાં જ ભૂમાફ્યિાઓ, બિલ્ડરો અને ભ્રષ્ટ સરકારી બાબુઓનું આગોતરું જ મેળાપીપણું હોય છે અને તે સર્વ વિદિત છે. હાલમાં જ રાજકોટમાં ગેમઝોનમાં આનંદ માણવા ગયેલા 30 થી વધુ નિર્દોષો આગમાં હોમાઈ જતા તેમના પરિવારોમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે. ત્યારે દાહોદનું તંત્ર પણ આ આગ લાગી ત્યારે જ કૂવો ખોદવા નીકળ્યુ છે. વિશ્વસનીય સૂત્રો દ્રારા પ્રાપ્ત માહિતી પ્રમાણે શહેરમાં આશરે 150 થી વધુ હાઇરાઇઝ બિલ્ડીંગ આવેલી છે. તે પૈકી 50થી વધુ બિલ્ડીંગના બિલ્ડરોએ ફાયર એનઓસી મેળવવા અરજીઓ જ કરી ન હોવાથી આ તમામ જગ્યાએ ફાયર એનઓસી આપવામા આવી જ નથી. તેવુ પુરવાર થાય છે. આવા ગગનચુંબી ટાવરોમાં ફાયર સેફ્ટીના સાધનો લગાવેલા છે કે કેમ, જો હા તો પુરતા છે કે નહી, એકસપાયરી ડેટ તો નથી આવી, જો લગાવેલી હોય તો નિયમોનુસાર લગાવેલી છે કેમ તે તમામ કાળમુખા પ્રશ્નો ઉભા છે. આવી બિલ્ડીંગોમાં બિલ્ડરો ભાડુઆતો અથવા તો વેચાણ આપી ફ્રાર થઈ જાય છે. અને હજારો જીંદગીઓને જોખમમાં મુકી રહ્યા છે. નગર પાલિકાના ફાયર વિભાગમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર આવા બિલ્ડરોને કેટલીયે વાર નોટીસો અપાઈ છે, રુબરુ જઈને નોટીસો ચોંટાડાઈ છે અને જાહેર નોટીસ પણ આપવામા આવી છે તેમ છતાં માલેતુજારોના પેટનું પાણી પણ હાલતુ નથી. જો હવે આવી હાઇરાઇઝ બિલ્ડીંગમાં કમનસીબે આગ લાગે તો ઉપરથી મરણિયો ભુસકો લગાવવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. ત્યારે નિર્દોષ લોકોના જીવન સાથે ચેડાં કરી કરોડો કમાઈ લેનારા વ્હાઇટ કોલર માફ્યિાઓ સામે કાયદાઓ કડક બનાવાય તે જરૂરી છે.

100થી વધુ નોટિસો અપાઈ

દાહોદ નગર પાલિકાના ફાયર ઓફ્સિર દિપેશ જૈને જણાવ્યુ હતુ કે સૂચના અનુસાર સમગ્ર શહેરમાં હાલ સર્વેની કામગીરી ચાલી રહી છે.શહેરમાં વિવિધ વિસ્તારોમાં જુદી જુદી ટીમો કાર્યરત છે અને બે દિવસમાં જ્યાં મિક્સ ઓકયુપનસી એટલે દુકાનો અને રહેણાંક મકાનો ભેગા હોય તેવી જગ્યાઓએ સૌથીપહેલા સર્વે શરુ કરવામાં આવ્યો છે અને તે પૈકી 100 જેટલી વાણિજ્યિક જગ્યાના માલિકો ભાડુઆતોને નોટીસો આપવામા આવી છે અને આ કામગીરી આગળ પણ ચાલુ રહેશે.

ફાયર ઓફ્સિર નખ વિનાનો વાઘ ?

દાહોદના ફાયર વિભાગમાં વિવિધ ફાયર ફઇટરો ફરજ બજાવે છે.જેમાં શાખા અધિકારી ફાયર ઓફ્સિર છે પરંતુ ફાયર ઓફ્સિર પાસે કોઈ ખાસ સત્તાઓ છે જ નહી.ફાયર ઓફ્સિર માત્ર સર્વે કરવા જઈ શકે અને નોટીસ પણ રિજીયોનલ ફાયર ઓફ્સિરની સહીથી અપાય છે જ્યારે કોઈ પણ મિલ્કતને ફાયર સેફ્ટીના અભાવે સીલ મારવુ પડે તેમ હોય તો તે સીલ મારવાની સત્તા પણ દાહોદના ફાયર ઓફ્સિર પાસે નથી.જો સીલ મારવુ હોય તો રીજીયોનલ ફાયર ઓફ્સિર દ્રારા સીલ મારવામા આવે છે.આમ દાહોદ નગર પાલિકાના ફાયર ઓફ્સિર બે-તાજ બાદશાહહોવાનુ લાગી રહ્યુ છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *