Most Catches in IPL: IPL 2024ની 10મી મેચ RCB અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં રાજસ્થાને શાનદાર જીત મેળવી હતી. આ મેચમાં વિરાટ કોહલીએ સદી ફટકારી હતી પરંતુ RCB મેચ નહોતી જીતી શકી. વિરાટે બેટથી તો ધમાલ મચાવી જ પરંતુ ફિલ્ડિંગમાં પણ મોટો રેકોર્ડ તેણે પોતાના નામે કર્યો છે. 

વિરાટ કોહલી હવે IPLમાં સૌથી વધુ કેચ પકડનાર ખેલાડી બની ગયો છે. વિરાટ કોહલીએ સુરેશ રૈનાનો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે. IPLમાં વિરાટના નામે હવે કુલ 110 કેચ થઈ ગઈ છે. જ્યારે રૈનાના નામે 109 કેચ હતા. આ રીતે વિરાટ હવે સુરેશ રૈના કરતા પણ આગળ નીકળી ગયો છે. વિરાટ કોહલીએ રાજસ્થાનના રિયાન પરાગનો કેચ પકડ્યો અને સૌથી વધુ કેચ લેનાર ખેલાડી બની ગયો છે. આમ બેટિંગ જ નહીં ફિલ્ડિંગમાં પણ ‘કિંગ’ છે વિરાટ કોહલી. 

IPLમાં સૌથી વધુ કેચ પકડનાર ખેલાડી

વિરાટ કોહલી- 110 કેચ

સુરેશ રૈના- 109 કેચ

કિરોન પોલાર્ડ- 103 કેચ

રોહિત શર્મા- 99 કેચ

શિખર ધવન- 98 કેચ

રવિન્દ્ર જાડેજા- 98 કેચ

 IPLમાં વિરાટ કોહલીની આ 8મી સદી

વિરાટ કોહલી અને કેપ્ટન ફાફ ડુપ્લેસીએ RCBને શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 125 રનની ભાગીદારી કરી હતી. ડુપ્લેસી 33 બોલમાં 44 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ કોહલીએ ધમાકેદાર બેટિંગ કરી હતી. તેણે 67 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. IPLમાં વિરાટ કોહલીની આ 8મી સદી હતી. વિરાટ 72 બોલમાં 113 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *