હવામાન વેધ શાળા,ઓટોમેટિક વેધર સ્ટેશનનો રિપોર્ટ
હજી પાંચ દિવસ પારો 43 થી 45ની વચ્ચે જ રહેશે
દાહોદમાં ગરમીના પગલે માર્ગો સૂમસામ

દાહોદ શહેર સહિત જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી કાળઝાળ ગરમીથી જિલ્લાવાસીઓ ત્રાહિમામ્પોકારી ઉઠયાં છે. ત્યારે મંગળવારે મહત્તમ તાપમાનનો પારો 45.1 ડિગ્રી સેન્ટિગ્રેડ પર પહોંચતાં ઉનાળાનો હોટેસ્ટ ડે રહ્યો હતો. હજી પાંચ દિવસ પારો 43 થી 45 ડીગ્રી જ રહેવાની સંભાવના હોવાથી દાહોદવાસીઓએ ગરમીમાં શેકાવુ પડશે.

આખાયે ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે.ગરમીના કારણે હાર્ટ એટેકથી 7 જેટલા મોત પણ નીપજી ચુકયા છે તેમ છતાં સૂર્ય નારાયણ ખમ્મા કરવાનું નામ લેતા નથી.દાહોદ શહેર સહિત જિલ્લામાં પણ વાવાઝોડા સાથે થયેલા કમોસમી વરસાદ વખતે ઠંડકનો માહોલ છવાઈ ગયો હતો.જો કે તે વખતે જ આગાહી હતી કે આવનાર દિવસોમા આક્રમક ગરમી પડવાની છે. જેથી છેલ્લા ત્રણ ચાર દિવસથી ક્યારેક આંશિક વાદળિયા વાતાવરણ વચ્ચે આકરી ગરમી અને અસહય ઉકાળાટ થી દાહોદવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. તેમાંય બપોરના સમયે તો અંગ દઝાડતી ગરમીના કારણે શહેરના રાજમાર્ગો પર તેની સ્પષ્ટ અસર જોવા મળી રહી છે. પહેલા મહત્તમ તાપમાનનો પારો 42 ડિગ્રી સેન્ટિગ્રેડ પર પહોંચ્યો હતો. જેના પગલે લોકો ત્રાહિમામ્પોકારી ઉઠ્યા છે.વાદળીયા વાતાવરણ વચ્ચે સવારથી જ આકરી ગરમીના કારણે લોકો મહત્વના કામ વગર ઘરો તેમજ ઓફ્સિની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જ્યારે ઠંડા પીણા, શેરડીના કોલા તેમજ લસ્સી વગેરેની લારીઓ તથા દુકાનોમાં કામકાજ માટે બહાર નીકળવા મજબુર લોકોની ભીડ જોવા મળી રહી છે. આજે સવારથી જ આકરી ગરમી અને બફરો અનુભવાયો છે. ત્યારે આ ઉનાળામાં પ્રથમ વખત સોમવાર તારીખ 21 માર્ચના દિવસે તાપમાનનો પારો 45.1 ડીગ્રી પહોંચી જતા દાહોદ શહેર ઓરેન્જ એલર્ટની રેખાની ઉપર આવી ગયુ છે.તેની સાથે જ હવામાન શાસ્ત્ર્રી એચ.એલ.કાચાના જણાવ્યા અનુસાર તાપમાનની માપણી બે રીતે કરવામા આવે છે. હવામાન વેધ શાળા અને ઓટોમેટીક વેધર સટેશનના આંકડા પ્રમાણે દાહોદ મા મંગળવાર તારીખ 21 મેના રોજ તાપમાનનો પારો 45.1 ડીગ્રી બતાવે છે જે રેકોર્ડ બ્રેક ગરમી આજે પડી હતી.આવનાર દિવસોમાં તાપમાનનો પારો 43 થી 45 ડિગ્રી વચ્ચે જ રહેશે તેમ પણ જાણવા મળયુ છે.જેથી દાહોદવાસીઓએ હજી ગરમીમાં શેકાવુ પડશે તે નિશ્ચિત છે.ગરમી વધતા દાહોદના બજારમા બ્રાન્ડેડ એસી અને કુલરના સ્ટોક ખુટી પડયા છે.કંપનીઓમાંથી પણ એસી આવતા નથી.એક વેપારીએ જણાવ્યુ કે જો કોઈ એસી બુક કરાવે તો ત્રીજા અથવા ચોથા દિવસે એસી મળી શકે તેમ છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *