ભરત ટાવરથી પાલિકા તરફનો રસ્તો બનાવવા માગ
રસ્તા અંગે વારંવારની રજૂઆતનું પરિણામ શૂન્ય આવતા રોષ
ઝાલોદમાં બિસમાર રસ્તા અંગે મહિલાઓની પાલિકા કચેરીએ રજૂઆત
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં આવેલ ભરત ટાવર થી નગરપાલિકા તરફ્ જતા બિસ્માર રોડને લઈ તે વિસ્તારની મહિલાઓનો નગરપાલિકામાં જઈ ચીફ્ ઓફ્સિરને આ રોડ સત્વરે બનાવવાની માંગણી કરી હતી. આ રોડની કામગીરી છેલ્લા કેટલાય સમયથી નગરપાલિકા દ્વારા અધૂરી મૂકી દેવામાં આવેલ છે. જેના લીધે અહીંથી આવન જાવન કરતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને મોટી તકલીફોનો સામનો કરવો પડે છે.
આ રોડ બનાવવા માટે કેટલીય વાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવેલ છે છતાય જવાબદાર તંત્ર આ કામગીરી માટે બે ધ્યાન જોવા મળે છે. જેથી આજે આ વિસ્તારમા રહેતી મોટા પ્રમાણમાં મહિલાઓ દ્વારા હલ્લાબોલ કરવામા આવ્યું હતું અને જવાબદાર અધિકારીને આ માર્ગ સારો બનાવવા માંગણી કરવામાં આવી હતી.