અમદાવાદ,ગુરુવાર,16 મે,2024
એએમ.ટી.એસ. માટે એ.સી.બસ ખરીદવા ટેન્ડર કરવામાં આવ્યુ
હતુ.ટેન્ડર પ્રક્રીયા બાદ મારુતિ તાતા તથા ચાર્ટડ સ્પેસ નામની બે કંપનીઓને ૨૦૦ બસ
પુરી પાડવા વર્ક ઓર્ડર અપાયો હતો.૩૧ માર્ચ-૨૪ સુધી નકકી કરવામા આવેલી સમય
મર્યાદામાં નકકી કરવામા આવેલી સો બસ પૈકી
એક પણ બસ પુરી નહીં પાડનાર ચાર્ટડ સ્પેસ નામની કંપની પાસેથી પ્રતિ બસ રોજ એક હજાર
રુપિયા પેનલ્ટી વસૂલ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા તાતા મારુતિ તથા ચાર્ટડ સ્પેસ નામની કંપની
પાસેથી સો-સો બસ ખરીદવા નિર્ણય કરવામાં આવ્યો હતો.૩૧ માર્ચ-૨૪ સુધીની આ બંને
કંપનીઓને સમય મર્યાદા આપવામાં આવી હતી.સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેનના કહેવા પ્રમાણે, અત્યાર સુધીમાં માત્ર
૬૫ બસ મળી શકી છે.આ પૈકી ૧૯ બસ ટૂંક સમયમાં ઓનરોડ દોડતી કરવામાં આવશે.તેમણે કહયુ, બાકી રહેલી બસ આ
કંપનીઓને પુરી પાડવા ૩૧ જુલાઈ-૨૪ સુધીની મુદત લંબાવી આપવામાં આવી છે.જે કંપનીએ સમય
મર્યાદામાં બસ પુરી પાડી નથી એ કંપની પાસેથી પ્રતિ બસ રોજ રુપિયા એક હજાર પેનલ્ટી
વસૂલાશે.એક પણ બસ પુરી પાડનાર કંપની ચાર્ટડ સ્પેસ હોવાનુ મ્યુનિ.ના સત્તાવાર
સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.લોકસભાની ચૂંટણી અગાઉ શહેરમાં નવી બસો દોડાવી મતદારોને
આકર્ષવાના સત્તાધારી પક્ષના આયોજનને ૨૦૦ બસ સમયસર ના મળતા ફટકો વાગ્યો છે.