અમદાવાદ,ગુરુવાર,16 મે,2024
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ પ્રોજેકટ દ્વારા ચોવીસ
કલાકમાં ત્રણ નવા રોડ બનાવવાના નામે શહેરના લોકોને ગુમરાહ કરાયા છે. ત્રણ નવા રોડ બનાવવાની ગુલબાંગ મ્યુનિ.તંત્રે
હાંકી હતી. પરંતુ આ ત્રણ રોડપહેલેથી ગ્રાઉટીંગ લેવલ સુધી તો તૈયાર જ હતા માત્ર
હોટમીક્ષ મટીરીયલ પાથરી રોડ ઉપર સરફેસ કરાઈ હોવાનું મ્યુનિ.ના સત્તાવાર
સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ પ્રોજેકટ દ્વારા પંદરમેની
રાત્રિના ૮ કલાકથી સોળ મેની રાત્રિના ૮ કલાક સુધીમાં ત્રણ ઝોનમાં રુપિયા ત્રણ
કરોડના ખર્ચથી ત્રણ નવા રોડ બનાવવા જાહેરાત કરવામાં આવી હતી. દક્ષિણ ઝોનમાં આવેલા નારોલ ટર્નીંગથી સદાની
ધાબા સુધી ૧૬૪૦ મીટર લંબાઈનો નવોરોડ,
દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં એરોઝ ફુટથી ફલોરેન્સ એટ-૯ સુધી ૧૦૦૦ મીટર લંબાઈનો નવો રોડ તથા ઉત્તર-પશ્ચિમ ઝોનમાં
આર્યમન બંગ્લોઝથી હેબતપુર ગામ સુધી ૧૨૦૦ મીટર લંબાઈનો નવો રોડ સાત હજાર ટન
હોટમીક્ષ મટીરીયલનો ઉપયોગ કરી બનાવવાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.ચોવીસ કલાકમાં પાયાથી નવો રોડ બનાવવાનુ
શકય થતુ નથી. આ પરિસ્થિતિમાં મ્યુનિસિપલ
કોર્પોરેશનના રોડ પ્રોજેકટ વિભાગ દ્વારા કોન્ટ્રાકટર આર.કે.સી.ઈન્ફ્રાબિલ્ટ સાથે
તેમના ઈજનેર સહિતના તથા મ્યુનિ.ના રોડ પ્રોજેકટ વિભાગના અધિકારીઓને સાથે રાખી ત્રણ
નવા રોડ કેવી રીતે બની શકે?આ બાબતનો
ઘટસ્ફોટ મ્યુનિ.ના જ સત્તાવારસૂત્રોએ નામ નહીં આપવાની સાથે કરતા કહયુ, આ ત્રણ રોડ
અગાઉથી ગ્રાઉટીંગ લેવલે તો તૈયાર જ હતા.માત્ર તેની ઉપર હોટમીક્ષ મટીરીયલ પાથરી
સરફેસ કરવાની કામગીરી કરાઈ હતી.
એક હજાર કરોડથી વધુનો કોન્ટ્રાકટ ધરાવતા
આર.કે.સી.ઈન્ફ્રાબિલ્ટ
વર્ષ-૨૦૧૯-૨૦માં અમદાવાદના તત્કાલિન મ્યુનિસિપલ કમિશનરે
શહેરના તમામ સાત ઝોનમાં રોડ રીસરફેસ કરવા,રીગ્રેડ
કરવાથી લઈ નવા બનાવવા સુધીની કામગીરી અંગે કોન્ટ્રાકટર આર.કે.સી.ઈન્ફ્રાબિલ્ટને
રુપિયા ૫૪૩ કરોડનો કોન્ટ્રાકટ પાંચ વર્ષના સમય માટે આપવાનો નિર્ણય કર્યો હતો. એ
સમયે તત્કાલિન કમિશનરે કરેલા નિર્ણય સામે મ્યુનિ.બોર્ડમાં પણ વિપક્ષ દ્વારા ઉગ્ર
રજૂઆત કરાઈ હતી.વર્ષ-૨૦૨૩માં અઢી વર્ષની ટર્મ પુરી થાય એ અગાઉ ગત ટર્મના
હોદ્દેદારોએ કોન્ટ્રાકટર
આર.કે.સી.ઈન્ફ્રાબિલ્ટને રુપિયા ૫૬૫ કરોડનો રોડની કામગીરી કરવા માટે વધુ એક
કોન્ટ્રાકટ આપેલો છે.