Esha Gupta: રાઝ-3, જન્નત -2 જેવી ફિલ્મો અને આશ્રમ વેબસિરીઝમાં નજરે પડનાર અભિનેત્રી ઈશા ગુપ્તા આ દિવસોમાં ફિલ્મી દુનિયાથી દૂર રહીને પોતાના અંગત જીવનનો આનંદ માણી રહી છે. હાલમાં જ અભિનેત્રીએ એક ઈન્ટરવ્યૂમાં પોતાના અંગત જીવન વિશે ઘણા ખુલાસા કર્યા છે, જેમાં તેણે પોતાના લગ્ન, બાળકો અને પરિવાર વિશે ખુલીને વાત કરી છે.
ઈશા ગુપ્તા આ ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે, તે ફિલ્મ સાઈન કરવા માટે કોઈ રેસનો ભાગ બનવા માંગતી નથી, પરંતુ તે આધ્યાત્મિક રીતે સેટલ અને તણાવ મુક્ત છે.
ઈશા ગુપ્તાએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે, તેને અત્યારે તેના જીવનમાં કોઈ ટેન્શન નથી. અભિનેત્રીએ જણાવ્યું કે તેના બોયફ્રેન્ડ મેનુઅલ કેમ્પોસ ગુલારે તેને સ્પેનમાં રેસ્ટોરન્ટ ખોલવામાં મદદ કરી હતી.
અભિનેત્રીએ કહ્યું કે, તેણે મારી જિંદગી સુરક્ષિત કરવામાં મદદ કરી છે. હું ઘણીવાર મજાકમાં કહું છું કે હવે તું મને છોડી પણ નહીં શકે. તારે મારી સાથે લગ્ન કરવા પડશે. તેના લગ્નની યોજના વિશે વાત કરતી વખતે અભિનેત્રીએ કહ્યું કે, તે ટૂંક સમયમાં થઈ શકે છે. ઈશાએ કહ્યું કે, અત્યારે તે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી રહી છે. હું લગ્ન કરીશ અને પછી મને ભવિષ્યમાં બાળકો થશે. હું તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છું. ભગવાનની કૃપાથી છેલ્લા બે વર્ષમાં તેમના જીવનમાં કામની દ્રષ્ટિએ મોટા બદલાવ આવ્યા છે. મેં હંમેશા બાળકો હોવાનું સપનું જોયું છે. જો હું અભિનેત્રી ન બની હોત તો અત્યારે સુધીમાં ત્રણ બાળકોની માતા બની ગઈ હોત.