– અડાજણ
પાટીયાની સુગમ સોસાયટીમાં મકાન ઉપર ઝાડ પડતા ગેટ અને શેડ તૂટી પડયો

 સુરત,:

વેસ્ટન
ડિસ્ટબન્સને પગલે સુરત શહેર સહિત ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેથી
તોફાની પવન ફુંકાવા સાથે વરસાદ પડતા સુરત શહેરમાં વિવિધ વિસ્તારમાં એક પછી એક ૧૮
વૃક્ષ ધરાશયી થતા ભાગદોડ થઈ જવા પામી હતી. ફાયરના લાશ્કરો તેમજ પાલિકાના જુદા જુદા
ઝોન અને ગાર્ડન વિભાગની ટીમો દોડતી રહી હતી.

ફાયર
બ્રિગેડના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ સુરત શહેરમા ગત રાતે મીની વાવાઝોડા જેવો
પવન ફુંકાવાને લીધે ઠેર ઠે ઠેર ઝાડ પડવાના કોલ ફાયર બિગ્રેડને મળ્યા હતા. જેમાં
સેન્ટ્રલ વિસ્તારમાં ૪
, રાંદેરમાં ૯, કતારગામમાં ૩, વરાછામાં
૧ તથા લિંબાયત ઝોન વિસ્તારમાં એક સ્થળે ઝાડ પડયા હતા. રાત્રે ૧૦ થી લઈને આજે સવારે
સુધીના સમયગાળામાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફૂલલે ૧૮ ઝાડ પડયા હતા. જેના લીધે
ફાયર જવાનોના ે મોડી રાત સુધી દોડતા રહયા હતા અને ઝાડને હટાવાની તેમજ  દાળી કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ
સાથે અડાજણમાં એલપી સવાણી રોડ ખાતે એક કર ઉપર ઝાડ પડવાની ઘટના બની હતી. આ ઉપરાંત
અડાજણ પાટીયા  ધનમોરા કોમ્પ્લેક્ષ પાસે
સુગમ સોસાયટીમાં એક મકાન ઉપર ઝાડ પડયું હતું. જેથી ભારે નાશભાગ થઇ જવા પામી હતી.
જોકે ઝાડ પડવાને કારણે મકાનનો ગેટ અને પતરાનો શેડ તૂટી ગયો હતો અને મકાનમાં રહેલા
ત્રણ વ્યકિતઓ સહીસલામત ઘરમાંથી બહાર નીકળી ગયા હતા.આ ઘટના અંગે જાણ કરવામાં આવતા
ફાયર જવાનો અને પાલિકાની તેમજ ગાર્ડન વિભાગની ટીમો સ્થળ ઉપર પહોંચી હતી. ફાયરના
જવાનો દ્રારા મકાન ઉપર પડેલા ઝાડની ડાળીઓ કાપીને સાઈડમાં હટાવવામાં આવ્યું હતું. જયારે
ગાર્ડન વિભાગ દ્રારા ઝાડને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યો હતો. જોકે આ  ઘટનામાં કોઈ જાનહાની નહીં થઇ હતી પરંતુ મકાનના
ગેટ અને પતરાના શેડને નુકશાન થયું હતું. જયારે ઝાડ પડવાનાની આ તમામ બનાવમાં કોઈ
ઇજા કે જાનહાની નહીં  હોવાનું ફાયર સુત્રો
જણાવ્યું હતું.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *