સુરત
બાર એસો.ના હોદ્દેદારોએ કલેકટરને બ્લોક નં. 491 સિવાય આસપાસના 19 બ્લોક નંબરોની જમીનની માહિતી આપવા માંગ કરી હતી
સુચિત
કોર્ટ બિલ્ડીંગના સ્થળાંતર માટે વૈકલ્પિક જગ્યા માટે ભાઠા ગામના 491 નંબરના બ્લોક સિવાય અન્ય
19 જેટલા બ્લોક નંબર જમીનની માહિતી આપવાની માંગ સાથે સુરત જિલ્લા
વકીલ મંડળના હોદ્દેદારોએ આજે સુરત જિલ્લા કલેકટરને પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી.જે અંગે
કલેકટરે સંબંધિત વિવિધ સરકારી-અર્ધસરકારી કચેરીઓને તાકીદે આ બાબતે વિગતવાર અહેવાલ આપવા
નિર્દેશ આપ્યો હોવાની વિગતો સાંપડી છે.
જીયાવ-બુડીયા
ખાતે કોર્ટ સ્થળાંતરને બદલે વૈકલ્પિક જગ્યામાં કોર્ટ બિલ્ડીંગના શિફટીંગના મુદ્દે
સુરત જિલ્લા વકીલ મંડળના હોદ્દેદારોએ આજે સુરત જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારઘીની
પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી.જે દરમિયાન વકીલમંડળના હોદ્દેદારોએ કલેકટર સમક્ષ ભાઠા
ગામના બ્લોક નં.491 સિવાય આજુબાજુમાં આવેલા કુલ 19 બ્લોક નંબરોની
જમીનોની માહિતી આપવા માટે આવેદન પાઠવ્યું હતુ.જેમા અંગે કલેકટરે જણાવ્યું હતું કે
વકીલમંડળની અરજીને વંચાણે લઈને ભાઠા ગામની અન્ય સરકારી પડતરની જમીન અંગે સુરત
મહાનગર પાલિકા,સુડા,સિંચાઈ
વિભાગ.સી.આર.ઝેડ.તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને મોકલી આપી છે.તે તમામ
સંબંધિત ખાતાઓ દ્વારા તમામ બ્લોક નંબરવાળી જમીન સંબંધી અહેવાલ તાકીદે આવી જાય તે
માટે નિર્દેશ આપ્યો હોવાનું કલેકટરે જણાવ્યું હતુ.
વધુમાં
સુરત જિલ્લા કલેકટરે ગઈ તા.15મી મેના રોજ સુરત મુખ્ય જિલ્લા ન્યાયાધીશ આર.ટી.વાછાણી તથા હાઈકોર્ટના ચીફ
જસ્ટીસ સુનિતાબેન અગ્રવાલ સાથે ભાઠા ગામની તમામ સરકારી પડતર જમીનો અંગે ચર્ચા
વિચારણા થઈ હતી.જેથી ઉપરોક્ત જમીન સંબંધી વિવિધ સરકારી અર્ધ સરકારી ખાતાઓ પાસેથી
તમામ જમીનોના વિગતવાર રિપોર્ટ મંગાવવામાં આવ્યા છે.જેમાં મુખ્યત્વે તે જમીનોમાં બાંધકામ થઈ શકે કેમ ?સી.આર.ઝેડ.લાગુ પડે છે કે કેમ તે અંગે પુર્તતા કરવાનું પણ જણાવવામાં
આવ્યું છે.વધુમાં ઉપરોક્ત તમામ પડતર જમીન
નજીક સુરત મહાનગર પાલિકા દ્વારા સુચિત રૃંઢ-ભાઠા બેરેજનો જે પ્લાન મંજુર કર્યો
છે.જેમાં હાલમાં નદીકીનારાની એક બાજુએ ઘણાં બાંધકામ થયા છે. જેથી બેરેજની બીજી
બાજુ પણ બાંધકામની સંભાવના છે કે કેમ તેની પુર્તતા કરવાનું કહેવામાં આવ્યું છે.