મધર્સ ડેની ભેટ : 180 મહિલા તાલીમ લઈ ચૂકી
મહિલાઓને આત્મ નિર્ભર બનાવવાનું બીડુ ઉઠાવ્યું
તાલીમની કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી

દાહોદમાં એક પુત્રએ પોતાની સ્વર્ગીય માતાને શ્રાધ્ધાંજલિ આપવા મહિલાઓને આત્મ નિર્ભર બનાવવાનું બીડુ ઉઠાવ્યુ છે. તેમણે માતાના સ્મરણાર્થે નિઃશુલ્ક સિવણ તાલીમ વર્ગ શરુ કર્યા છે. જેમાં અત્યાર સુધીમાં 180 જેટલી મહિલાઓ અને યુવતિઓ તાલીમ લઈ ચુકી છે.

દાહોદમાં રહેતા યોગેન્દ્રભાઇ (પપ્પુ) અગ્રવાલે પોતાની સ્વર્ગીય માતા શકુંતલાદેવીને સાચી શ્રાધ્ધાંજલિ આપવા તા.3 સપ્ટેમ્બર, 2023થી શકુંતલાદેવી સિવણ વર્ગનો શુભારંભ કરાવ્યો હતો. આ સિવણ વર્ગમાં તાલીમ માટે કાપડ, સોય, દોરા તેમજ જરુરી તમામ ચીજ વસ્તુઓ નિઃશુલ્ક પુરી પાડવામાં આવે છે. તાલીમની કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. અત્યાર સુધીમા 180 મહિલાઓ અને યુવતિઓ તાલીમ લઈ ચુક્યા છે. હાલમાં પણ બે બેચ ચાલી રહી છે. આવા કાર્યથી માતૃ ઋણ ચૂકવવાનો માર્ગ અપનાવી સમાજને નવી દિશા ચીંધી છે.

મા માટે કરો એટલું ઓછું : પપ્પુ અગ્રવાલ

પાણીની પરબ બનાવ્યા પછી માતાના સ્મરણાર્થે એવુ કઈક કરવાની ઈચ્છા હતી કે, જેનો લાભ જરૂરિયાતમંદ મહિલાઓને થાય. જેથી આ સિવણવર્ગ શરુ કર્યો છે. અને આવા કાર્યો જ માતાને સાચી શ્રાધ્ધાંજલિ છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *