જિલ્લા પ્રશાસન દ્વારા મતદાનને લઈ તડામાર તૈયારી
બુથ નં. 220માં કુલ 1224 મતદારો કરશે મતદાન
1 PI, 2 PSI સહિત પોલીસકર્મીઓ રહેશે હાજર

દાહોદ લોકસભાના પરથમપુરમાં કાલે ફેર મતદાન યોજાશે. જેમાં જિલ્લા પ્રશાસન દ્વારા મતદાનને લઈ તડામાર તૈયારી શરૂ કરી છે. બુથ નં. 220માં કુલ 1224 મતદારો મતદાન કરશે. જેમાં મતદાન માટે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. તેમાં 1 PI, 2 PSI સહિત પોલીસકર્મીઓ હાજર રહેશે.

મતદારોને લાવવા માટે વાહનની પણ વ્યવસ્થા કરાઈ

સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન હાથ ધરાશે. મતદારોને લાવવા માટે વાહનની પણ વ્યવસ્થા કરાઈ છે. મહીસાગરના દાહોદ લોકસભાના પરથમપુરમાં આવતી કાલે મતદાન યોજાશે. મતદારોને લાવવા માટે વાહન અને બુથ પર પાણી સહિતની વ્યવસ્થા કરાશે. ગુજરાતમાં સાતમી મેના રોજ લોકસભાની 25 બેઠકો પર મતદાન યોજાયું હતું. આ વચ્ચે મહિસાગરમાં આવેલા સંતરામપુર તાલુકાના પરથમપુરા ગામમાં બુથ કેપ્ચરિંગની ઘટના સામે આવી હતી. જેમા કેન્દ્રીય ચુંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે. આ ઘટના સામે આવતા રીપોલિંગનો આદેશ આપવામાં આવ્યો છે.

11 મેના રોજ સવારે 7.00 વાગ્યાથી સાંજના 6.00 વાગ્યા સુધી ફેર મતદાન

ચુંટણી પંચ દ્વારા આપવામાં આવતી માહિતી પ્રમાણે, 11 મેના રોજ સવારે 7.00 વાગ્યાથી સાંજના 6.00 વાગ્યા સુધી પરથમપુરા બુથ પર ફેર મતદાન કરવામાં આવશે. બુથ કેપ્ચરિંગની ઘટના બાદ ફેર મતદાનના આદેશ આપવામાં આવ્યા છે. આ મામલે પોલીસ દ્વારા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ફરજ પરના કર્મચારીઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. પ્રિસાઈડિંગ ઓફિસર, આસિ.પ્રિસાઈડિંગ ઓફિસર, બે પોલિંગ ઓફિસરોને નોટિસ આપવામાં આવી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *