– આગના લીધે કાપડનો જથ્થો, એ.સી,
લેપટોપ, ટેબલ-ખુરશી, ફનચર
ચીજવસ્તુ બળી ગઈ
સુરત,:
રીંગરોડ
ખાતે સાલાસાર માર્કેટના ગેટ પાસે આવેલી શ્રી સાંઈ રામ ટેક્સટાઇલ માર્કેટના આજે
સવારે ત્રીજા માળે કપડાની દુકાનમાં આગ ફાટી નીકળતા ત્યાં ભાગદોડ અને અફડાતફડી મચી
જવા પામી હતી.
ફાયર
બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ રીંગરોડ પર આવેલા સાલાસર માર્કેટના ગેટની સામે
આવેલા શ્રી સાંઈરામ ટેક્સટાઇલ માર્કેટના ત્રીજા માળે આજે શુક્રવારે સવારે મંગલદીપ
નામની કાપડાની દુકાનોમાં કાપડનો જથ્થો મુકેલો હતો. જોકે આજે શુક્રવારે સવારે બંધ
દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગ ફેલાતા વધુ પ્રમાણમાં ધુમાડાના
ગોટે ગોટા નીકળવા માંડયા હતા. જેના લીધે સ્થાનિક વિસ્તારના લોકોમાં ભય અને ભાગદોડ
થઈ જવા પામી હતી. કોલ મળતા પાંચ ફાયર સ્ટેશન ૧૧ ગાડી સાથે લાશ્કરો ઘટના સ્થળે ઘસી
ગયા હતા. જોકે ધુમાડો વધુ હોવાથી છ ફાયરજવાનો ઓકસીજન માસ્ક પહેરીને સતત પાણીનો
છંટકાવ કરવાની કામગીરી ત્રણ કલાકો સુધી કરી ભારે જહેમત ઉઠાવતા આગ પર કાબુ મેળવ્યો
હતો. આગના લીધે કાપડનો મોટા પ્રમાણમાં જથ્થો,
એ.સી, લેપટોપ, ટેબલ-ખુરશી,
ફનચર, વાયરીંગ, જરૃરી
કાગળો સહિતની ચીજવસ્તુ બળી જવાથી નુકશાન થયુ હતુ. આ બનાવમાં
કોઇ ઇજા જાનહાનિ થઇ નહી હોવાનું ફાયર ઓફિસરે કહ્યુ હતું.