અમરેલી જિલ્લામાં આત્મહત્યાના 6 બનાવો અમરેલી- ધારી- રાજુલા પંથકમાં કરૂણ બનાવ : પ્રેમમાં પાગલ ભાભી- દિયરે અગાઉ ઝેર પીધા બાદ બચી ગયેલા દિયરે ગળાફાંસો ખાધો
અમરેલી, : અમરેલી જિલ્લામાં વિવિધ કારણોસર 2 મહિલા સહિત 6 વ્યક્તિએઆત્મહત્યાનો માર્ગ લઈ મહામૂલી જિંદગીનો અંત આણી લીધો હતો. આ પૈકીના એક બનાવમાં રાજુલા પંથકની એક પરિણીતા પિયર ચાલી જતા પાછળથી પતિએ નગ્ન હાલતમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. બીજા બનાવમાં પ્રેમમાં પાગલ બનેલી ભાભીએ ઝેર પી લઈ આત્મહત્યા કરી લીધી હતી. જેમાં ભાભીના વિરહમાં પ્રેમી દીયરે પણ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. અમરેલી જીલ્લામા યમરાજા એ પડાવ નાખતા કાળચક્ર ફરી વળેલ હતું.અમરેલી ધારી અને રાજુલા પંથકમાં અલગ અલગ કારણોસર 2 મહિલા સહિત 6 વ્યક્તિઓએ આત્મહત્યા કરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ પ્રથમ ઘટનામા ધારી તાલુકાના જીરા ગામના અશ્વિન ભરતભાઈ ચારોલીયા ને તેની કુટુંબી ભાભી સાથે પ્રેમ સબંધ હોવાથી બંને એ એક માસ પહેલા ઝેરી દવા પી લીધેલ હતી જેમાં પ્રેમિકા ભાભી નું મોત નીપજેલ હતું.અને પોતે બચી ગયેલ હતો.પોતાની પ્રેમિકા એવી ભાભી ના મોત થી પ્રેમ સબંધમા લાગી આવતા ગઈ કાલે પોતાની મેળે દોરડા વડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાનું ધારી પોલીસમાં ભરતભાઈ માવજીભાઈ ચારોલિયા એ જાહેર કરેલ હતું.
બીજી ઘટનામા ધારી ના વાઘાપરા વિસ્તારમાં રહેતા વિક્રમ પ્રફુલભાઈ પાટડીયા ઉ. 21 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી પાવડર પી જતાં મોત નીપજ્યાનું પ્રફુલભાઈ કાળુભાઈ પાટડીયાએ ધારી પોલીસમા જાહેર કરેલ હતું.
ત્રીજી ઘટનામા અમરેલી તાલુકાના વાંકિયા ગામે હનુમાન શેરીમા જુના કોળીવાડમા રહેતિ રાધાબેન જીવનભાઈ પાટડીયા ઉ.૨૩ એ કોઈ અગમ્ય કારણોસર ઘરે સ્લેબના હુકમાં ચૂંદડી વડે ગળાફાસો ખાઇ આપઘાત કરી લીધાનું ભીખાભાઈ સવજીભાઈ પાટડીયા એ પોલીસમાં જાહેર કરેલ હતું.
ચોથી ઘટનામા અમરેલી તાલુકાના વડેરા ગામની રાજીબેન શામજીભાઈ બારૈયા ઉ. 91 નામની વૃધ્ધા દશ વર્ષથી માનસિક રોગની બીમારીથી પીડાતા હતા.જેનાથી કંટાળી જઇ ઝેરી દવા પી જતા મોત થયાનું કાળુભાઈ શામજીભાઈ બારૈયા એ પોલીસમા જાહેર કરેલ હતું.
પાંચમી ઘટનામા રાજુલા ના ખાભલીયાપરૂ લીલાપિર ની ધાર વિસ્તારમાં રહેતા રમેશભાઈ ભોળાભાઈ વેગડ ની પત્ની આઠ દિવસથી પોતાના પિયર ગયેલ હતી.ત્યારે ઘરે એકલા રહેલા રમેશભાઈ એ કોઈ અગમ્ય કારણોસર ઘર ની ઓસરીમા સાડી વડે નગ્ન હાલતમાં ગળાફાસો ખાઇ લીધાનું કૈલાશબેન રમેશભાઈ વેગડે રાજુલા પોલીસમા જાહેર કરેલ હતું.
છઠ્ઠી ઘટનામાં અમરેલી શહેરના ધારી રોડ ઉપર આવેલ રોકડનગર મા રહેતા વિમલ વિનુભાઈ કાલેણા ઉ.૨૩ નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાની મેળે રૂમમાં ઓછાડ વડે પંખા સાથે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાનું વિનુભાઈ બચુભાઈ કાલેણા એ પોલીસમાં જાહેર કરેલ હતું.