– રાબેતા મુજબના વાડકી વહેવારની જેમ
સ્મીમેરમાંથી દર્દીઓને નવી સિવિલ હોસ્પિટલમાં મોકલાયા

 સુરત,:

પાલિકાની
સ્મીમેર હોસ્પિટલમાં સીટી સ્કેન મશીન બે દિવસથી બંધ હોવાથી દર્દીઓ હાલાકી વેઠી
રહ્યા છે. જોકે દર્દીઓને સ્મીમેરથી નવી સિવિલ હોસ્પિટલમાં મોકલવા માટેની વ્યવસ્થા
કરવામાં આવી  છે.

સૂત્રો પાસેથી
મળેલી વિગત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં રોજના હજારો દર્દી વિવિધ તકલીફો
કે ઇજા સહિતની સારવાર માટે આવે છે. જેમાં અમુક દર્દીને યોગ્ય અને સચોટ સારવાર માટે
ડોકટર દ્રારા સીટી સ્કેન કરવવા માટે કહેતા હોય છે. જોકે સ્મીમેરમાં પ્રતિદિન ૧૦ થી
૧૪ દર્દીઓને સીટી સ્કેન કરવામાં આવે છે. છેલ્લા બે દિવસથી સીટી સ્કેન મશીન બંધ થઈ ગયું
છે. જેના લીધે મગજ
, પેટ, છાતી સહિતની તકલીફ હોય તો તથા ઈજા પામેલા સહિતના
દર્દીઓ મુશ્કેલી ઉઠાવી રહ્યા છે. જોકે કેટલાક દર્દીઓ સીટી સ્કેન માટે પ્રાઇવેટ સેન્ટરમાં
જવાનો વારો આવ્યો છે. જોકે સરકારની નવી સિવિલ હોસ્પિટલ અને પાલિકાની સ્મીમેર હોસ્પિટલ
વચ્ચે વાડકી વ્યવહાર જેવો સંબંધ છે. તે પ્રમાણે કેટલાક દર્દીઓને સ્મીમેર હોસ્પિટલ માંથી
નવી સિવિલમાં સીટી સ્કેન માટે મોકલી રહ્યા આવવાનું જાણવા મળે છે. સ્મીમેર હોસ્પિટલમાં
અધિકારીએ કહ્યું કે
, ટેકનિકલ ખામી ના કારણે બંધ થઈ ગયેલું સીટી
સ્કેન મશીનનું રીપેરીંગ કામ ચાલી રહ્યું છે. જોકે હાલમાં ઇમરજન્સી દર્દી અને વોર્ડમા
દાખલ સહિતના જરૃરિયાતમંદ દર્દીને સીટી સ્કેન માટે સ્મીમેરથી એમ્બ્યુલન્સમાં બેસાડીને
નવી સિવિલમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે નવુ સીટી સ્કેન મશીન ખરીદવાની
પ્રક્રિયા થઇ ગઇ છે. અને ઇનસ્ટોલેશન આચારસહિતા પછી કરવામાં આવશે. સુત્રો કહ્યુ કે.
અગાઉ પણ સ્મીમેર ખાતેનું સીટી સ્કીન મશીન બંધ થયું હતું. બાદમાં ફરી મશીન ખોટકાતા દર્દી
હાલાકી વેઠનો વારો આવ્યો છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *