ભાજપ નેતાના પુત્રે બુથ કેપ્ચરીંગ કર્યું હતુ
બુથ કેપ્ચરિંગનો વીડિયો થયો હતો વાયરલ
સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર

દાહોદ બેઠક પર બુથ કેપ્ચરિંગના કેસમાં પોલિંગ ઓફિસરને મહીસાગર ચૂંટણી અધિકારીનું તેડું આવ્યું હતુ. જેમાં સંતરામપુરમાં બુથ કેપ્ચરિંગ કેસમાં રિપોર્ટ તૈયાર કરાયો છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ રિપોર્ટ ચૂંટણીપંચને સોંપ્યો છે. બોગસ વોટિંગ થયું હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ થયો છે. રિપોર્ટમાં વાયરલ વીડિયો અંગે ઉલ્લેખ કરાયો છે. તેમજ સમગ્ર ઘટનાક્રમનો રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે.

રિપોર્ટમાં બુથ કેપ્ચરિંગના સમયનો ઉલ્લેખ કરાયો

રિપોર્ટમાં બુથ કેપ્ચરિંગના સમયનો ઉલ્લેખ કરાયો છે. જેમાં છેલ્લી 5 થી 10 મિનિટમાં બુથ કેપ્ચરિંગ થયું હતું. પ્રિસાઇડિંગ ઓફિસર સહિતના અધિકારીના જવાબ લેવાયા છે. 5 વાગ્યે અને 49 મીનીટે વીડિયો શરૂ થયો હતો. મતદાન પૂર્ણ થતા સમયે ઘટના બની હતી. તેમાં ભાજપ નેતા વિજય ભાભોરનો વીડિયો વાયરલ થયો હતો.

જાણો સમગ્ર મામલો:

ગુજરાતમાં ગઈકાલે તમામ લોકસભા બેઠકો પર શાંતિપૂર્વક મતદાન થયું હતું, પરંતુ શાંતિપૂર્વક મતદાન વચ્ચે દાહોદ લોકસભા બેઠક પર બુથ કેપ્ચરીંગની ઘટના બની હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. દાહોદ લોકસભા બેઠકના મતવિસ્તારમાં મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બુથ કેપ્ચરીંગ કરાયું હતું. આ ઘટનામાં ભાજપના જ નેતાના પુત્રે બુથ કેપ્ચરીંગ કર્યુ હતું. ઉપરથી તેણે બુથ કેપ્ચરીંગની સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર લાઈવ કરી હતી.

અધિકારીઓને આપી નોટીસ

દાહોદમા બુથ કેપ્ચરિંગની ઘટનમાં બુથ પરના કર્મચારીઓને નોટીસ આપી ખુલાસો મંગાવ્યો હતો. તેમાં પ્રિસાઈડીંગ ઓફિસરને નોટીસ આપી એક દિવસમાં જવાબ રજૂ કરવા આદેશ કરાયો હતો. અધિકારીઓની હાજરીમાં ઘટના બની તો ઉપરી અધિકારીઓને કેમ જાણ ન કરી? ચાર અધિકારીઓને નોટીસ ફટકારતા અન્ય અધિકારીઓમાં ફફળાટ ફેલાયો હતો. દાહોદ લોકસભા બેઠક પર ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બુથમાં ઘૂસી EVM કેપ્ચર કર્યું હતું. વિજય ભાભોરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આખી ઘટના લાઇવ પણ કરી હતી. એટલું જ નહીં, વિજય ભાભોરે અન્ય લોકો સાથે મળી ભાજપ ઉમેદવાર માટે બોગસ વોટિંગ પણ કર્યુ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. વીડિયોમાં EVM તો આપણા બાપનું છે તેવું બોલતો હોય તેવું સંભાળાઈ રહ્યું છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *