– સુરેન્દ્રનગરના 2136 મતદાન મથકોએથી 

– તા. 4 જૂને એમ.પી.શાહ આર્ટ્સ કોલેજમાં મતગણતરી હાથ ધરાશે  

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટેની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં સમાવિષ્ટ ૭ વિધાનસભા વિસ્તારમાંથી ૨૬૬૭ ઇવીએમ, ૨૮૮૦ વીવીપેટ સુરેન્દ્રનગર ખાતે આવેલી એમ.પી.શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે લાવવામાં આવ્યા હતા. તમામ ઇવીએમ સ્ટ્રોન્ગ રૂમમાં સીલ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે તારીખ ૭ મે ના રોજ યોજાયેલા મતદાનમાં કુલ ૫૫.૦૯ ટકા મતદાન થયું હતું. મતદાન પૂર્ણ થયા બાદ સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ કુલ ૭ વિધાનસભા વિસ્તારમાં આવેલા ૨૧૩૬ મતદાન મથકો પરથી ૨૬૬૭ ઇવીએમ, ૨૮૮૦ વીવીપીએટ સ્ટ્રોંગરૂમ ખાતે લાવવામાં આવ્યા હતા. 

જ્યાં ચૂંટણીના જનરલ ઓબ્ઝર્વર, જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં તમામ ઇવીએમ વિધાનસભા વિસ્તાર દીઠ અલગ અલગ સ્ટ્રોન્ગરૂમમાં સીલ કરી દેવામાં આવ્યા છે. 

આગામી તા. ૪ જૂનના રોજ  એમ.પી.શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે મતગણતરી યોજાશે. ત્યારે મતદારો કોને જીતનો તાજ પહેરાવે છે અને કોને હારનો સામનો કરવો પડશે તે તો મતગણતરી બાદ જ ખ્યાલ આવશે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *